મિસ યુનિવર્સ હરનાઝ સંધુ એરપોર્ટ પર સ્ટાઈલિશ અંદાજમાં મળી જોવા, ચાહકોને આપી ફ્લાઈંગ કિસ જુઓ વીડિયો…
મિસ યુનિવર્સ હરનાઝે ખુબ જ ક્યૂટ અવતાર દેખાડ્યો, લાખો લોકો થઇ ગયા ફિદા
મિસ યુનિવર્સનો તાજ જીતનાર હરનાઝ કૌર સંધુ ઘણા સમયથી ચર્ચામાં છે. અખબારો, ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ માત્ર હરનાઝનું જ નામ છવાયેલું છે. ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે હરનાઝે 21 વર્ષ પછી ભારત માટે મિસ યુનિવર્સનો તાજ જીતીને વર્ષો પછી દેશને આટલી મોટી ખુશી આપી છે. હરનાઝ માત્ર સુંદરતામાં જ આગળ નથી પરંતુ તે પોતાના શબ્દોથી લોકોના દિલ પણ જીતી રહી છે.
તાજેતરમાં મિસ યુનિવર્સ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમ્યાન તેનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. લુકની વાત કરીએ તો હરનાઝ ગ્રીન કલરના ડાઈ જમ્પ સૂટમાં ગ્લેમરસ લાગી રહી હતી. તેના આ કપડાં પંકજ અને નિધિએ ડિઝાઇન કરેલા છે. આ સાથે તેણે સોનેરી રંગની હીલ્સ પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. કોરોનાને કારણે તેણે માસ્ક પહેર્યું હતું. લુકની સાથે સાથે જે વાતે બધાનું દિલ જીતી લીધું હતું તે હતું હરનાઝનું સ્વીટ જેસ્ચર.
જ્યારે હરનાઝ એરપોર્ટ પર પહોંચી તો ત્યાં હાજર પેપરાજીઓએ કહ્યું કે- ‘મૅમ, આપણા દેશનું નામ આવી રીતે જ રોશન કરો.’ આ સાંભળીને હરનાઝે માથું સહેજ ઝુકાવતા અને હાથ જોડીને અભિવાદન કરે છે. ત્યાં હાજર પેપરાજીઓનો આભાર કહીને નીકળી જાય છે. ત્યાં હાજર ચાહકો હરનાઝનું નામ બોલાવવા લાગે છે. પછી હરનાઝ ચાહકોની તરફ જોતી વખતે ફ્લાઈંગ કિસ પણ આપે છે. જે રીતે હરનાઝે પેપરાજીની વાતોનો જવાબ આપ્યો તે ખરેખર પ્રશંસનીય હતો.
‘નમસ્તે’ કરતા હરનાઝે માથું નમાવ્યું અને ત્યાં ઊભેલા લોકોને ફ્લાઈંગ કિસ આપી હતી. આ રીતે તેણે સાબિત કરી દીધું કે તે ગમે તેટલી મોટી જીત મેળવે તે ભારતની સંસ્કૃતિને ક્યારેય ભૂલી શકશે નહીં. હરનાઝ 12 ડિસેમ્બર 2021ના રોજ મિસ યુનિવર્સ તરીકે ચૂંટાઈ હતી. 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા ઇઝરાયેલના ઇલાતમાં યોજાઇ હતી. હરનાઝ સાથે ટોપ 3માં પૈરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકો હતા. હરનાઝ પહેલા સુષ્મિતા સેન અને લારા દત્તા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકી છે. 21 વર્ષ બાદ આ તાજ ફરી એકવાર ભારત પાસે આવ્યો છે.
હરનાઝ બોલિવૂડમાં તેની કારકિર્દી બનાવવા માંગે છે. હાલમાં જ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે- હું મારી જાતને ત્યાં જોવાની આશા રાખું છું કારણ કે તે પહેલાથી જ મારો શોખ રહ્યો છે પરંતુ હું સામાન્ય અભિનેત્રી બનવા માંગતી નથી. હું એક એવી અભિનેત્રી બનવા માંગુ છું જે ખૂબ જ પ્રભાવશાળી હોય જે મજબૂત પાત્રો પસંદ કરે અને જે મહિલાઓ વિશેના સ્ટીરિયોટાઇપ્સને તોડતી હોય છે.
View this post on Instagram