હાર્દિક પંડ્યા દીકરા અગસ્ત્ય સાથે પૂલમાં મસ્તી કરતો જોવા મળ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો - Chel Chabilo Gujrati

હાર્દિક પંડ્યા દીકરા અગસ્ત્ય સાથે પૂલમાં મસ્તી કરતો જોવા મળ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચેન્નાઇમાં છે. પહેલા બે ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમનો હિસ્સો બનેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.

હાર્દિક અને નતાશા બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેઓ અવાર-નવાર તસવીરો શેર કરતા હોય છે. હાલમાં હાર્દિકે તેમના દીકરા સાથે તસવીરો શેર કરી છે. કપલ તેમના દીકરા સાથે પુલમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ તસવીર શેર કરી લખ્યુ છે કે, પુલમાં ખૂબ જ શાંત, મારો દીકરો એ વોટર બેબી.. આ તસવીરમાં નતાશાએ કાળા રંગની બિકીની પહેરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

હાર્દિક પંડ્યાએ છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. તે બાદ તેઓ લિમિટેડ ઓવર ક્રિકેટમાં તો વાપસી કરી ચૂક્યા છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.પંડ્યા આ સીરિઝના પહેલા બે ટેસ્ટ માટે ટીમનો હિસ્સો તો છે, પરંતુ પહેલા ટેસ્ટમાં તેમને રમવાનો મોકો મળ્યો નથી.

હાર્દિકની પત્ની સ્ટેનકોવિચ નતાશાએ 30 જુલાઈના રોજ અગસ્ત્યને જન્મ આપ્યો હતો. હાર્દિકે એ સમયે ટ્વીટ કરીને આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિકે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નતાશા પ્રેગનન્ટ હોવાની જાણકારી પણ આપી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે ચાર ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં રમાશે, જ્યારે ત્રીજી અને ચોથી મેચ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. હાર્દિક ભારતીય સ્ક્વોડનો ભાગ છે. તે પ્રથમ ટેસ્ટ રમ્યો નહોતો. આગામી મેચોમાં તે દેખાઈ શકે છે..

Live 247 Media

disabled