બીજી વાર પિતા બનવા જઈ રહ્યા છે આ ક્રિકેટર, પત્નીએ બેબી બમ્પ સાથે શેર કરી તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર રહી ચૂકેલા ખિલાડી હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના ઘરે એક વાર ફરીથી કિલકારીઓ ગુંજવાની છે. પહેલાથી જ એક દીકરીના માં-બાપ હરભજન અને ગીતા બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
આ સારા સમાચાર ગીતાએ સોશિયલ મીડિયા દ્વારા દર્શકોને આપ્યા છે અને જણાવ્યું કે તેના ઘરે નાનું મહેમાન આવવાનું છે. ગીતાએ હરભજન અને દીકરી હિનાયા સાથે તસવીર પણ શેર કરી છે.
સામે આવેલી તસવીરોમાં ગીતાનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, અને દીકરી હિનાયા બેબી બમ્પ પર કિસ કરતી દેખાઈ રહી છે. જ્યારે એક તસવીરમાં હીનાયા એક બ્લેક ટીશર્ટ પકડીને ઉભેલી છે અને તેના પર લખેલું છે કે,”જલ્દી જ મોટી બહેન બનવા જઈ રહી છું”.
ગીતા અને ભજ્જીએ ટ્વીટર પર પણ પોતાની આ તસવીરો શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે,”કમિંગ સુન જુલાઈ 2021″ આ સાથે તેણે હાર્ટ વાળી ઈમોજી પણ શેર કરી છે. તેના પરથી એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે જુલાઈ મહિનામાં બીજા બાળકનો જન્મ થઇ શકે તેમ છે. ગીતાની આ પોસ્ટ પર સામાન્ય જનતાથી લઈને બૉલીવુડ અને ખેલ જાગતના દિગ્ગજ લોકો તેને શુભકામનાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
ગીતા અને ભજ્જીની લવસ્ટોરી પણ ખુબ જ દીલચસ્પ રહી હતી. એક ઇન્ટરવ્યૂમાં હરભજને કહ્યું હતું કે તેને ગીતાને પોતાની પ્રેમિકા બનવવામાં 11 થી 12 મહિનાનો સમય લાગી ગયો હતો. આ સમયે તેની મદદ ક્રિકેટર યુવરાજ સિંહે કરી હતી. હરભજને ગીતાનો એક આલ્બમ વીડિયો જોયો ત્યારથી જ તેને પસંદ કરવા લાગ્યા હતા. ભજ્જીએ એક મિત્ર દ્વારા ગીતાનો નંબર મેંળવ્યો અને તેને ડેટ પર બોલાવી હતી.
બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને 2016 માં તેની દીકરી હીનાયાનો જન્મ થયો હતો. જણાવી દઈએ કે ગીતા બૉલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. પણ લગ્ન પછી તેને અભિનય કરવાનું છોડી દીધું હતું.