'શાકા લાકા બૂમ બૂમ'ની આ નાનકડી છોકરી હવે થઇ ગઇ છે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ, 16 વર્ષની ઉંમરે જવાન દેખાવવા માટે લીધા હતા ઇંજેક્શન - Chel Chabilo Gujrati

‘શાકા લાકા બૂમ બૂમ’ની આ નાનકડી છોકરી હવે થઇ ગઇ છે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ, 16 વર્ષની ઉંમરે જવાન દેખાવવા માટે લીધા હતા ઇંજેક્શન

ટીવીથી બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર હંસિકા મોટવાનીએ 9 ઓગસ્ટે પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. હંસિકા મોટવાની ભલે આજે સાઉથ સિનેમાનો જાણીતો ચહેરો છે, પરંતુ તેણે પોતાની કરિયરની શરૂઆત બાળ અભિનેત્રી તરીકે કરી હતી. તેણે ટીવી સિરિયલ ‘શકા લાકા બૂમ બૂમ’થી બાળ અભિનયની શરૂઆત કરી હતી. હંસિકાએ બાળ અભિનેત્રી તરીકે પણ ફિલ્મોમાં કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તેને ખૂબ પસંદ આવી હતી.

તેને ચાહકોનો ઘણો પ્રેમ આપ્યો હતો. પછી અચાનક હંસિકા સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ. હંસિકા 4 વર્ષ પછી જોવા મળી ત્યારે તે ખૂબ જ ઓછા સમયમાં મોટી થઈ ગઈ હતી. શું તમે જાણો છો કે હંસિકા મોટવાની 16 વર્ષની ઉંમરે કેવી રીતે એક મોટી છોકરી જેવી દેખાતી થઇ ગઇ હતી ? અભિનેત્રીનું જીવન હંમેશા વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસની માતાએ તે જલ્દી યુવાન દેખાય તે માટે હોર્મોનલ ઈન્જેક્શન અપાવ્યા હતા.

તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપકા સુરૂર’માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા માટે હોર્મોનલ ઈન્જેક્શનનો ઉપયોગ કર્યો હતો. આપકા સુરુર ફિલ્મમાં હંસિકા મોટવાની તેની ઉંમર કરતા ઘણી મોટી દેખાતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હંસિકાએ ફિલ્મોમાં લીડ એક્ટ્રેસના રોલ માટે હોર્મોનલ ઈન્જેક્શન લીધા હતા. તેના પિતાએ આ વાતની મનાઈ કરી હતી પરંતુ તેની માતાએ વાતને અવગણી અને દીકરીને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસેથી ઈન્જેક્શન અપાવ્યું હતું. જેથી તેને ફિલ્મોમાં લીડ એક્ટ્રેસનો રોલ મળી શકે.

હંસિકા અને હંસિકાની માતાએ આ મામલે ક્યારેય કોઈ નિવેદન કે ટિપ્પણી કરી નથી. જોકે, એવી વાત પણ સામે આવી હતી કે, હંસિકાના પિતા ગુસ્સે થઈ ગયા અને ઘર છોડીને ચાલ્યા ગયા. હંસિકાએ હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરૂર’થી લીડ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી હંસિકા ગોવિંદા સાથે ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’માં જોવા મળી હતી. પરંતુ તેની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

ઈન્જેક્શનના કારણે અભિનેત્રીનું વજન વધવા લાગ્યું, જેના પછી તેને બોલિવૂડમાં કામ મળતું બંધ થઈ ગયું. જે બાદ તે સાઉથ ઈન્ડસ્ટ્રી તરફ વળી. આજના સમયમાં હંસિકા મોટવાની સાઉથ સિનેમાની ટોચની અભિનેત્રી છે. હંસિકા મોટવાની સાઉથ સિનેમામાં સક્રિય છે. તે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં દેખાય છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તેણે દક્ષિણની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ દસામુદુરુથી કરી હતી.

હંસિકા મોટવાનીએ દેશ, મસ્કા, મપ્પીલાઈ, ઓરુ કલ ઓરુ કન્નડ, સિંઘમ 2, અરનમનાઈ અને વિલન નામની પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે. 2011માં હંસિકાએ તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. 2017માં તેણે મલયાલમ ફિલ્મોમાં શરૂઆત કરી. હંસિકા મોટવાનીએ ધનુષ, સુરૈયા, વિજય, અરવિંદ સ્વામી અને સિદ્ધાર્થ જેવા જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે. હંસિકાએ સાઉથ સિનેમામાં મોટું નામ બનાવ્યું છે.

હાલમાં તેની પાસે એક કે બે નહીં પરંતુ ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ સિવાય તે ટૂંક સમયમાં નશા અને MY3 નામની વેબ સિરીઝમાં જોવા મળશે. 2021માં હંસિકા મોટવાનીએ પ્રખ્યાત ગાયક બી પ્રાક અને ટોની કક્કરના મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું.હંસિકા તેની અંગત જિંદગીને લઈને પણ ઘણી ચર્ચામાં છે. સમાચાર છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હંસિકા મોટવાનીની સગાઈ પ્રખ્યાત રાજનેતાના પુત્ર સાથે થઈ ગઈ છે.

તે આ વ્યક્તિને લાંબા સમયથી ડેટ કરી રહી હતી. તેનો બોયફ્રેન્ડ બિઝનેસમેન છે. હંસિકા હંમેશા તેના અંગત જીવન વિશે ખાનગી રહે છે. આવી સ્થિતિમાં તેણે હજી સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી. પરંતુ ફેન્સ તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Live 247 Media

disabled