"તારક મહેતા"ના જેઠાલાલની આ ઓનસ્ક્રીન પત્ની છે રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ, લબાબદાર ફિગર જોઈને આંખોને ઠંડક મળશે - Chel Chabilo Gujrati

“તારક મહેતા”ના જેઠાલાલની આ ઓનસ્ક્રીન પત્ની છે રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ, લબાબદાર ફિગર જોઈને આંખોને ઠંડક મળશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની રહ્યો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. ચાહકો પણ કલાકારોના અંગત જીવન વિશે જાણવા માંગે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટ મોટી છે, જેમાંથી એક તમને જેઠાલાલની ‘કાશ્મીરી પત્ની’ યાદ હશે. માત્ર થોડા જ એપિસોડમાં દેખાતી સિંપલ કૌલે જેઠાલાલની ‘કશ્મીરી પત્ની’ બનીને લોકોના દિલ જીતી લીધા હતા.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સિંપલ કૌલનું પાત્ર ભલે નાનું હોય, પરંતુ તેણે લોકોનું ઘણું મનોરંજન કર્યું. આ શોમાં તેણે જેઠાલાલની ‘કાશ્મીરી પત્ની’ ગુલાબો બનીને ખૂબ જ ધૂમ મચાવી હતી, પરંતુ દયાભાભીના પ્રેમ સામે તેનો પ્રેમ ટકી શક્યો નહીં. આટલું જ નહીં ગુલાબોએ જેઠાલાલને મેળવવા માટે કોર્ટમાં કેસ પણ કર્યો હતો અને ગોકુલધામ સોસાયટીમાં તંબુ પણ લગાવ્યો હતો,

પરંતુ દયાભાભીના પ્રેમની સામે ગુલાબનો પ્રેમ ફિક્કો પડી ગયો અને ગુલાબોને જેઠાલાલ વગર જ પરત ફરવું પડ્યું. સિંપલ કૌલે ઘણા વર્ષો પહેલા ગુલાબોનો રોલ પ્લે કર્યો હતો. ગુલાબોનું પાત્ર થોડા એપિસોડ પછી સમાપ્ત થઈ ગયું હતુ. જે બાદથી સિંપલ કૌલ આ શોમાં જોવા મળી નથી. સિંપલ કૌલ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જાદુ ફેલાવતી રહે છે. સિંપલ કૌલે વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

‘કુસુમ’, ‘કુટુંબ’, ‘શરારત’, ‘યે મેરી લાઈફ હૈ’, ‘બા બહુ ઔર બેબી’, ‘ઐસા દેશ હૈ મેરા’, ‘તીન બહુરાનિયાં’, ‘સાસ બિના સસુરાલ’, ‘જિની ઔર જુજુ’, સુવ્રીન ગુગ્ગલ-ટોપર ઓફ ધ યર’ અને ‘ભાખરવલી’ જેવી ટીવી સિરિયલોનો મહત્વનો ભાગ રહી ચુકી છે. સિમ્પલ કૌલે માત્ર અભિનય જગતમાં જ નહીં પરંતુ સંગીત ઉદ્યોગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. સિમ્પલ કૌલે હિંદુસ્તાની ક્લાસિકલ ઉપરાંત વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખ્યું છે,

 

View this post on Instagram

 

A post shared by Simple Kaul (@simplekaul)

પરંતુ તેણે હજી સુધી બોલિવૂડમાં મ્યુઝિકલ ડેબ્યૂ કર્યું નથી.સિમ્પલ કૌલ બિઝનેસ વુમન પણ છે. તેની પાસે 3 રેસ્ટરન્ટ છે, જે તેણે મુંબઈમાં જ ખોલી છે. સિમ્પલ દરેક ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. સિંપલ કૌલે વર્ષ 2010માં રાહુલ લૂમ્બા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે, સિંપલ કૌલ અને ટીવી એક્ટર કરણવીર સિંહ વોહરા ઘણા સારા મિત્રો છે. કરણવીર સિંહ વોહરા બિગબોસ સીઝન 12નો ભાગ બન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Simple Kaul (@simplekaul)

આ દરમિયાન સલમાન ખાને તેના પર ઘણી વખત ટિપ્પણી કરી હતી. સિમ્પલ કૌલે તે સમયે કરણવીરને સપોર્ટ કર્યો હતો અને સલમાન ખાન સાથે પંગો લીધો હતો. સિમ્પલ કૌલે કહ્યુ હતુ- ‘સલમાન ખાન તમે કરણવીરની સાથે આવું કેવી રીતે કરી શકો. મને તેની ટિપ્પણીઓ પસંદ નથી.

Live 247 Media

disabled