આ વરરાજાને પહેરાવવામાં આવ્યો અધધધ રૂપિયાની નોટોનો હાર, વીડિયો જોઈને ચક્કર આવી જશે, જુઓ - Chel Chabilo Gujrati

આ વરરાજાને પહેરાવવામાં આવ્યો અધધધ રૂપિયાની નોટોનો હાર, વીડિયો જોઈને ચક્કર આવી જશે, જુઓ

વરરાજાના ગળામાં નોટોનો હાર જોઈને મચી ગયો હાહાકાર, લોકોએ કહ્યું, આ હાર નહીં પરંતુ નોટોની ચાદર છે, જુઓ વીડિયો

હવે થોડા જ દિવસોમાં લગ્નની સીઝન ફરીથી ધમધમાવાની છે ત્યારે ઈન્ટરનેટ પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા પણ જોવા મળે છે. આ પહેલા પણ લગ્નના ઘણા એવા વીડિયો વાયરલ તહત્ય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય. મોટાભાગે તમે લગ્નની અંદર ભેટ આપવાનો પ્રસંગ જોયો હશે, જેમાં ઘણીવાર લોકો મોંઘીદાટ ભેટ પણ આપતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થયો છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

લગ્નમાં પાણીની જેમ પૈસાનો વ્યય થાય છે. તેની પાછળનો તર્ક એ છે કે લગ્નો વારંવાર ઓછા થતા હોય છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જે સાદાઈથી લગ્ન કરે છે. આવી જ એક લગ્નની ક્લિપ ઈન્ટરનેટ પર ખૂબ જોવાઈ રહી છે. આનું કારણ કન્યા અને વરરાજા નથી, પરંતુ વરરાજા દ્વારા પહેરવામાં આવેલ નોટોનો હાર છે.

આ વિડિયો 6 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ aliyaphotoworks દ્વારા શેર કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે તમારા લગ્ન માટે ડ્રીમ નેકલેસ. પાકિસ્તાનના ઈસ્લામાબાદની આ ક્લિપ ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે ! આ વીડિયોને અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોએ જોયો છે અને લાખો લોકો લાઈક કર્યો છે. તેમજ હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

આ ક્લિપ જોઈને અનેક લોકોના મોં ખુલ્લા રહી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ કે વરરાજા તેના મિત્રો-સંબંધીઓ સાથે સ્ટેજ પર ઊભો છે. વર મધ્યમાં છે જ્યારે અન્ય લોકો તેની બાજુમાં હાજર છે. દરેક વ્યક્તિ તે હારને પકડી રાખે છે, જેને જોઈને ઈન્ટરનેટના લોકો ચોંકી જાય છે. વાસ્તવમાં, નોટોનો આ હાર મોટા ભાગના વરરાજા પહેરતા માળા કરતાં ઘણો મોટો છે. જોકે ચલણી નોટો ઉમેરીને આ હાર કેટલા રૂપિયાનો બન્યો છે તે કહેવું મુશ્કેલ છે. હકીકતમાં, આ હાર એટલો મોટો છે કે કેટલાક લોકોએ કહ્યું છે કે ભાઈ, તે નોટોની ચાદર જેવો લાગે છે.

Uma Thakor

disabled