ટૂંકી ચડ્ડી પહેરીને ખેતરમાં આ છોકરી આપી રહી હતી પોઝ, ગાય માતાએ જોયું અને પછી એવી ભગાડી.. એવી ભગાડી… કે જુઓ વીડિયો
ગાય સામે ટૂંકા કપડામાં પોઝ આપવા આ છોકરીને પડ્યા ભારે… ગાયે ઉભી પુછડીએ ભગાડી… જુઓ વીડિયો
સોશિયલ મીડિયામાં એવા ઘણા લોકો છે જે ફેમસ થવા માટે અવનવા વીડિયો બનાવતા હોય છે અને તેમના વીડિયો વાયરલ થઇ જતા તેમની પ્રોફાઈલ પર લાઈક અને ફોલોનો ઘસારો આવી જતો હોય છે. ત્યારે હાલ એવી કે એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક ગાય સામે પોઝ આપવા જાય છે અને પછી ગાય તેને દોડાવે છે.
પ્લેબોય મોડલ વેકેશન પર કોલંબિયામાં ખેતરની મુલાકાત લેવા ગઈ હતી, પરંતુ આ દરમિયાન તેની સાથે એક એવી ઘટના બની જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. એક ગાય મોડલની પાછળ પડી અને પછી તે પોતાનો જીવ બચાવવા દોડવા લાગી. આની એક નાની ક્લિપ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જ્યારે યુઝર્સે આ વીડિયો જોયો તો તેઓ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહીં. 32 વર્ષીય ફ્રાન્સિયા જેમ્સ ઈન્ટરનેટ માટે વીડિયો બનાવવા માટે જાણીતી છે.
તે બિકી અને હાઈ હીલ્સ પહેરીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જાહેરમાં વીડિયો અથવા તસવીરો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 11.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે કેટલીક વિચિત્ર હરકતો કરતી જોવા મળે છે. તે પોતાના દેશમાં કોઈ ખેતરની મુલાકાત લેવા ગઈ હતી. ખેતરમાં રખડતી વખતે અચાનક એક ગાયે તેને જોઈ અને પછી તેની પાછળ પડી ગઈ.
View this post on Instagram
મોડલને લાગ્યું કે કદાચ ગાય તેને મારશે, તેથી તે પોતાનો જીવ બચાવવા દોડી રહી છે. તેણે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને મેદાનમાં ઉભા રહીને મજા માણી રહી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન અચાનક એક ગાયે તેના પર હુમલો કર્યો, ત્યારબાદ મોડલને ભાગવાની ફરજ પડી. આ પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચુક્યા છે. જ્યારે કેપ્શનમાં મજાકમાં લખ્યું છે, “મને લાગ્યું કે આપણે મિત્રો બની શકીએ.” તેના ચાહકોએ ક્લિપની મજાક ઉડાવી હતી.