આ છોકરીએ લાલ સાડી પહેરી પુષ્પાના 'ઉ અંટવા' ગીત પર કર્યો એવો ધાંસૂ ડાન્સ કે જોઇને આઇટમ ગર્લ સામંથાને પણ ભૂલી જશો - Chel Chabilo Gujrati

આ છોકરીએ લાલ સાડી પહેરી પુષ્પાના ‘ઉ અંટવા’ ગીત પર કર્યો એવો ધાંસૂ ડાન્સ કે જોઇને આઇટમ ગર્લ સામંથાને પણ ભૂલી જશો

લાલ સાડીમાં છોકરીએ ‘ઉ અંટવા’ પર લચકાવી એવી કમર કે વાયરલ થયો વીડિયો, ક્રેઝી થયા લોકો

સોશિયલ મીડિયાએ લોકોને પોતાના હુનર પ્રદર્શન માટે મોટુ જબરદસ્ત મંચ આપ્યુ છે. આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. એવામાં લોકો પોતાના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે કારણ કે તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. ડાન્સનું જૂનુન ઘણા લોકોને એ હદ સુધી હોય છે કે લોકો તેમના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોતજોતામાં જ વાયરલ થઇ જતા હોય છે.

આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં એક છોકરી રેડ સાડીમાં અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ના ગીત ઉ અંટવા પર જોરદાર ડાન્સ કરી રહી છે. આ ફિલ્મને રીલિઝ થયે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે પણ ફિલ્મના ગીતો, ડાયલોગ્સ અને અલ્લૂ અર્જુનની સ્ટાઇલ અત્યારે પણ સોશિયલ મીડિયા પર બરકરાર છે. ત્યારે ખુશી શર્મા નામની નોએડા બેસ્ડ આર્ટિસ્ટ અને ડાંસરે તેના ઇન્સ્ટાગ્રામ પર સામંથાના આઇટમ નંબર ઉ અંટવા ગીત પર ડાન્સ કરેલ વીડિયો પોસ્ટ કર્યો છે. જેને જોઇને લોકો તેના દીવાના થઇ રહ્યા છે.

આ વીડિયો શેર કરતા ખુશીએ લખ્યુ છે કે, આ વીડિયો તેના દિલમાં એક ખાસ જગ્યા રાખે છે, આ માટે તેણે આ વીડિયો બીજીવાર પોસ્ટ કર્યો છે. આ વીડિયો 2022નો છે, જે સૌથી વધારે વાયરલ થયો હતો. ખુશી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ તેની પોસ્ટને ખુશીના ચાહકો હાથોહાથ વાયરલ કરી દે છે. લાખો ફેન ફોલોઇંગવાળી ખુશીનો આ રીપોસ્ટ વીડિયો પણ લોકોએ ખૂબ પસંદ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Khushi Sharma (@kkhushii_sharma)

Live 247 Media

disabled