ચાલુ કારની બારીમાંથી બહાર નીકળીને નાગિન ડાન્સ કરી રહી હતી આ યુવતી, અચાનક બગડ્યું બેલેન્સ અને રસ્તા પર જ ભપ્પ દઈને... "જુઓ વીડિયો" - Chel Chabilo Gujrati

ચાલુ કારની બારીમાંથી બહાર નીકળીને નાગિન ડાન્સ કરી રહી હતી આ યુવતી, અચાનક બગડ્યું બેલેન્સ અને રસ્તા પર જ ભપ્પ દઈને… “જુઓ વીડિયો”

પપ્પાની પરી કારની બારીમાંથી બહાર નીકળી અને ઉડવાને બદલે જમીન પર પડી, જુઓ વીડિયો

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા વીડિયો બનાવતા હોય છે. ઘણીવાર ઘણા લોકો ફેમસ થવાંના ચક્કરમાં એવા એવા સ્ટન્ટ કરતા હોય છે જેના કારણે તમેનો જીવ પણ જોખમમાં મુકાઈ હતો હોય છે. તમે ઘણા વીડિયોમાં જોયું હશે કે સ્ટન્ટ કરવાના ચક્કરમાં કેટલાક લોકોના જીવ પણ ચાલ્યા ગયા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક છોકરી કારની બારીની બહાર નીકળીને ડાન્સ કરી રહી છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરી ગાડીની બારીની બહાર નીકળે ચેહ અને પોતાનું અડધું શરીર બહાર કાઢીને ડાન્સ કરી રહી છે. આ દરમિયાન જ તે પોતાના બંને હાથ બારીની બહાર કાઢે છે અને અચાનક જ તેનું બલેન્સ ના રહેતા રસ્તા પર જ ખરાબ રીતે માથાના ભાગે પડી જાય છે.  દરમિયાન પાછળથી આવી રહેલા વાહન ચાલકે આ ઘટના કેમેરામાં કેદ કરી લીધી.

વાયરલ વીડિયોને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે આ યુવતીને કેવી ઇજા પહોંચી હશે. કારમાંથી નીચે પડ્યા બાદ પણ આ યુવતી એવી રીતે બેસી જાય છે કે જાણે તેને કઈ થયું જ નથી.  વીડિયોમાં છેલ્લે એ પણ જોઈ શકાય છે યુવતી પડ્યા બાદ તરત ઉભી થઈને દોડવા પણ લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી શેર થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઇ પાપાની પરી, જમીન પર પડી હોવાનું જણાવી રહ્યું છે તો કોઈ આ છોકરીને આવી હોશિયારી ના કરવા માટેની પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું હતું કે બારીમાંથી ખાલી વાળ ઉડાવવાના હતા પોતે નહોતું ઉડવાનું.

Uma Thakor

disabled