ડરેલી,સીધી-સાદી દેખાતી જૂની ગોપી વહુ જાણો ક્યાં છે હવે, જે હોટેલમાં હતી ત્યાં પડી ગઈ પોલીસની રેડ - Chel Chabilo Gujrati

ડરેલી,સીધી-સાદી દેખાતી જૂની ગોપી વહુ જાણો ક્યાં છે હવે, જે હોટેલમાં હતી ત્યાં પડી ગઈ પોલીસની રેડ

ટીવીની સંસ્કારી વહુ જયારે હોટેલમાં હતી ત્યાં પડી ગઈ પોલીસની રેડ, પછી આવી હાલતમાં…

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં જીયા માણેક એક એવું નામ છે જેને ખુબ ઓછા સમયમાં સારી એવી લોકપ્રિયતા મળી ગઈ હતી, અને જલ્દી જ ઈન્ડસ્ટ્રીથી ગાયબ પણ થઇ ગઈ હતી.સાથ નિભાના સાથિયાથી ફેમસ થનારી ગોપી વહુની જગ્યા તેના બાદ દેવોલિના ભટ્ટઆચાર્યએ લીધી હતી.આ શો દ્વારા જીયા માણેક રાતોરાત ફેમસ થઇ ગઈ હતી.જીયા આજે પણ ગોપી વહુના નામે જ ઓળખવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે આજે જીયા ક્યાં છે અને શું કરી રહી છે?

18 ફેબ્રુઆરી 1986ના રોજ અમદાવાદમાં જન્મેલી જીયા 36 વર્ષની થઇ ચુકી છે. ઈન્ડસ્ટ્રીથી દૂર જીયા  સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે. ખુબ જ ક્યૂટ અને માસુમ દેખાતી જીયાની એક ભૂલ તેના પર જ ભારે પડી ગઈ હતી.

જીયાએ વર્ષ 2012માં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજામાં ભાગ લીધો હતો. સાથ નિભાના સાથિયાના મેકર્સ ઇચ્છતા ન હતા કે જીયા તે શો માં ભાગ લે. છતાં પણ મેકર્સને આ વાતની જાણ થતા તેને રાતો રાત શોમાંથી આઉટ કરી દેવામાં આવી હતી. જીયા ઝલક દિખલાજા તો ન જીતી શકી અને સાથે જ શો પણ તેના હાથમાંથી ગયો હતો.

જેના બાદ ઘણા સમય સુધી જીયા ગાયબ થઇ ગઈ હતી અને વર્ષ 2019માં મનમોહિની શો દ્વારા કમબેક કર્યું હતું.  હાલ જીયા તેરા મેરા સાથ રહે શો માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શોમાં જિયાના અભિનયને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જીયા સીરિયલમાં એન્ટ્રી કરતા પહેલા ના ઘર કે ના ઘાટ કે ફિલ્મમાં પણ જોવા મળી ચુકી છે.

વર્ષ 2012માં જીયા પોતાની માં અને અમુક મિત્રો સાથે ફેમસ હુક્કા રેસ્ટોરેન્ટમાં ડિનર માટે પહોંચી હતી અને ત્યારે જ ત્યાં પોલીસની રેડ પડી ગઈ હતી. જેમાં જીયા માંડ માંડ બચી હતી. પોલીસે પોતાના મંતવ્યમાં કહ્યું કે જીયા અને તેના મિત્રો હુક્કા રેસ્ટોરેન્ટમાં માત્ર ડિનર માટે આવ્યા હતા માટે તેઓને કોઈપણ દંડ લગાવ્યા પર છોડી દેવામાં આવ્યા હતા.

આ ઘટનાએ લીધે તેની ઇમેજને ખુબ નુકસાન પણ વેઠવું પડ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાને લીધે પણ જીયાને સાથ નિભાના સાથિયા શોમાંથી બહાર કરી દેવામાં આવી હતી.બિગ બોસ-13ના મેકર્સે પણ તેને શો માટે અપ્રોચ કરી હતી પણ પછી તેની જગ્યાએ રૂબીના દિલેક અને અભિનવ શુક્લાને લેવામાં આવ્યા હતા.

Uma Thakor

disabled