પિતાના અંતિમ સંસ્કારમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા મહેશ બાબુ, રામચરણ-અલ્લૂ અર્જુન-પ્રભાસ સહિત અનેક હસ્તિઓ થઇ સામેલ - Chel Chabilo Gujrati

પિતાના અંતિમ સંસ્કારમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા મહેશ બાબુ, રામચરણ-અલ્લૂ અર્જુન-પ્રભાસ સહિત અનેક હસ્તિઓ થઇ સામેલ

મહેશબાબુ પિતાના અંતિમ દર્શન કરતાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો, આ અભિનેતાએ ગળે લગાવીને લૂછ્યાં આંસુ

તેલુગુ સિનેમાના દિગ્ગજ સ્ટાર કૃષ્ણા ઘટ્ટામનેનીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું હતું. તેમના અવસાન બાદ તેમનો પુત્ર અને સુપરસ્ટાર મહેશ બાબુ ઊંડા આઘાતમાં છે.સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતાને સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતા હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહિ. પિતાના અવસાન બાદ મહેશ બાબુ ખૂબ ભાંગી પડ્યા છે. ઘણી વખત તે ભાવુક જોવા મળ્યો હતો.

મહેશ બાબુ તેના પિતા સુપરસ્ટાર કૃષ્ણાને અંતિમ શ્રદ્ધાંજલિ આપતાં રડી પડ્યા હતા. મહેશ બાબુની આંખો અને ચહેરો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ તેમના પિતાની અમધારી વિદાયથી આઘાતમાં છે. લોકોએ દુખની આ ઘડીમાં મહેશબાબુને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. મહેશ બાબુ માટે પિતાની વિદાયની પીડા અસહ્ય છે. અગાઉ તેની માતા પણ તેને કાયમ માટે છોડીને ચાલી ગઈ હતી.

તે તેની માતાના મૃત્યુના દુખથી પણ દૂર નથી થયો કે હવે તેના પિતા પણ તેને છોડીને ચાલ્યા ગયા. દક્ષિણ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સિતારા દિગ્ગજ અભિનેતાના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. રામચરણે પણ કૃષ્ણા ઘટ્ટામનેનીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તે મહેશ બાબુનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. સાઉથ સ્ટાર પ્રભાસે પણ મહેશ બાબુને દુઃખની ઘડીમાં હિંમત આપી હતી.

કૃષ્ણા ઘટ્ટામનેનીના નિધનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ પીઢ અભિનેતા કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહેશ બાબુના પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. પરિવાર ભાવનાત્મક કરૂણાંતિકામાંથી પસાર થઈ રહ્યો છે.અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક હોવા ઉપરાંત તેઓ રાજકારણી પણ હતા. તેની 5 દાયકાની કારકિર્દીમાં લગભગ 350 ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

તેમને સુપરસ્ટારનો ખિતાબ મળ્યો છે. તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કૃષ્ણા ઘટ્ટામનેનીએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ ઇન્દિરા સાથે અને બીજા વિજય નિર્મલા. તેમને ઈન્દિરાથી પાંચ બાળકો છે. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્રોમાં રમેશ બાબુ અને મહેશ બાબુ છે.બંને ભાઈઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. માત્ર કૃષ્ણા ઘટ્ટામનેની જ નહીં, પરંતુ તેમની બંને પત્નીઓ પણ હવે આ દુનિયામાં નથી.

જણાવી દઈએ કે મહેશ બાબુના પિતાની પહેલી પત્ની ઈન્દિરા દેવીનું નિધન સપ્ટેમ્બર 2022માં થયું હતું અને અભિનેતાના મોટા ભાઈ રમેશ બાબુનું જાન્યુઆરી 2022માં નિધન થયું હતું. આ સિવાય અભિનેતા કૃષ્ણાની પ્રથમ પત્ની વિજય નિર્મલાનું 2019માં નિધન થયું હતું.

Live 247 Media

disabled