અમેરિકાની ધરતી ઉપર ગીતાબેન રબારીનો અદભુત જલવો, એવા લુકમાં આવ્યા નજર કે આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયા હોય, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

અમેરિકાની ધરતી ઉપર ગીતાબેન રબારીનો અદભુત જલવો, એવા લુકમાં આવ્યા નજર કે આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયા હોય, જુઓ તસવીરો

“રોણા શેરમાં” ગીત દ્વારા ગુજરાતના ઘર ઘરમાં પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલ તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાની અંદર મજા માણી રહ્યા છે. ત્યારે હવે અમેરિકાની ધરતી ઉપરથી ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીની શાનદાર તસવીરો સામે આવી રહી છે.

ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીએ અમેરિકા જતા પહેલા જ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. ત્યારે હવે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પહોંચી ગયા છે અને ત્યાંથી પણ તેમને શાનદાર તસવીરો શેર કરી છે.

ગીતાબેનના અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો સામે આવી છે, જેમાં તેમનો શાનદાર એરપોર્ટ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ છે. ગીતાબેન રબારી તેમના કાર્યક્રમોમાં મોટાભાગે પારંપરિક પરિવેશમાં જોવા મળતા હોય છે, પરંતુ બહુ જ જૂજ ગીતાબેનનો વેસ્ટર્ન લુક જોવા મળે છે અને અમેરિકા જતા સમયે ગીતાબેન વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા હતા.

ગીતાબેને એરપોર્ટ લુકમાં રાઉન્ડ નેક ટી-શર્ટ અને જીન્સ કેરી કર્યા હતા. આ ઉપરાંત તેમને પોતાના એક હાથમાં ટ્રાવેલ બેગ અને બીજા હાથમાં કેરી બેગ જોવા મળી રહી છે. અને આંખો ઉપર ટ્રાન્સપરન્ટ લેન્સ પહેર્યા છે. આ સાથે જ તેમને “Usa 🇺🇸 tour begins” સ્ટેટ્સ પણ રાખ્યું છે.

તો તેમના ભરથાર પૃથ્વી રબારી પણ હાથમાં ટ્રાવેલ બેગ સાથે જીન્સ અને ટી શર્ટમાં જોવા મળી રહ્યા હતા, આ ઉપરાંત તેમને ગોગલ્સ પણ પહેર્યા હતા.અમેરિકા પહોંચ્યા બાદ પણ તેમની શાનદાર તસવીરો સામે આવી હતી, જે ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. જેની સાથે તેમને લખ્યું હતું કે ફાઈનલી અમેરિકાના શિકાગોમાં પહોંચી ગયા છીએ. શું તમે લોક ડાયરા માટે તૈયાર છો ? જોડાયેલા રહો અમારી સાથે !”

ત્યારે હવે કિંજલ દવેની નવી તસવીરો પણ સામે આવી છે, જેમાં તેમનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં ગીતાબેન જીન્સ-ટી શર્ટ અને જેકેટમાં જોવા મળી રહ્યા છે, તેમજ તેઓ અમેરિકાના રસ્તાઓ ઉપર ઉભા રહી અને શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ ઉપરાંત સેલ્બ્સ પણ તેમની તસવીરો ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત ગીતાબેને રબારીએ કેપશનમાં “Downtown vibes” લખ્યું છે.

આ ઉપરાંત ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ પણ કેટલી શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે 103 માળની બોલ્ડીંગનાં ટોપ ફ્લોર ઉપર જઈને પોઝ આપતા જોવા મળી રહ્યા છે, આ તસ્વીરોની અંદર અમેરિકાનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે. તેમના ચાહકોને પણ આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

Uma Thakor

disabled