બેંગલુરુના કાર્યક્રમમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીનું થયું ભવ્ય સ્વાગત, એટલા ફૂલો વરસ્યા એટલા ફૂલો વરસ્યા કે નજરો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ - Chel Chabilo Gujrati

બેંગલુરુના કાર્યક્રમમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીનું થયું ભવ્ય સ્વાગત, એટલા ફૂલો વરસ્યા એટલા ફૂલો વરસ્યા કે નજરો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

ગીતાબેન રબારી આજે ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં એક જાણીતું નામ બની ગયું છે, તેમની ગાયિકીના લોકો દીવાના છે, નવરાત્રી હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, ગીતાબેન તેમના અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા. તેમના કાર્યક્રમોમાં તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહેતા હોય છે.

ગીતાબેન વિષે તેમના ચાહકો પણ સતત જાણવા માંગતા હોય છે, અને દૂર બેસીને પણ તેમના કાર્યક્રમો જોવા માંગતા હોય છે ત્યારે ગીતાબેન તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોને પણ તેમની અપડેટ આપતા હોય છે. આ સાથે જ તેમના સોશિયલ મીડિયા દ્વારા તે તેમના કાર્યક્રમોની ઝાંખી પણ બતાવતા હોય છે, તેમની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે.

ગીતાબેન રબારી હાલ બેંગલુરુમાં કાર્યક્રમ કરી રહ્યા છે.  ગીતાબેન રબારી અને તેમના ભરથાર પૃથ્વી રબારીએ બેંગલુરુ, કર્ણાટકના એક કાર્યક્રમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ફૂલોની નગરી બેગલુરૂમાં ગીતાબેનના કાર્યક્રમમાં એટલા બધા ફૂલો વરસ્યા કે નજારો જોઈને સૌ કોઈ અભિભૂત થઇ ગયું. સાથે જ ગીતાબેન રબારી પણ ખુબ જ ખુશ ખુશાલ તથા જોવા મળ્યા હતા.

વાયરલ થઇ રહેલી આ તસવીરો શેર કરવાની સાથે ગીતાબેને કેપશનમાં લખ્યું છે, “બેંગ્લોર, કર્ણાટકમાં ગઈકાલે રાત્રે કેટલો અદ્ભુત શો હતો. તમારા બધા સાથે કેટલીક સુંદર ક્ષણો શેર કરું છું. તમારા પ્રેમ અને આશીર્વાદ માટે બેંગ્લોરના લોકોનો આભાર” સાથે જ તેમને આ શો યોજાવવાની તારીખ પણ લખી છે જે 14 નવેમ્બર 2022 છે.

આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે ગીતાબેન પર અઢળક ફુલોમો વરસાદ છે. તે અને તેમની સાથે કેટલાક લોકો સ્ટેજ ઉપર બેઠા છે અને ઘણા લોકો તેમના પર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે, ગીતાબેન અને તેમની સાથે બેઠેલા લોકો ફૂલોથી જ કમરથી ઉપરના ભાગ સુધી ઢંકાઈ ગયેલા છે.

ગીતાબેની તસ્વીરોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે તેમના આ કાર્યક્રમમાં ખુબ જ મોટી માનવ મેદની હાજર રહી હતી અને ઘણા લોકો તેમના અવાજના તાલ પર ઝુમતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની બહાર પણ ગીતાબેન રબારીનું આવું ભવ્ય સ્વાગત ખરેખર દિલ જીતી લેનારુ છે.  નવરાત્રિમાં ગીતાબેન રબારીએ સુરતમાં ઝણકાર નવરાત્રીમાં ખેલૈયાઓને ઝુમાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.

Uma Thakor

disabled