વરઘોડામાં વરરાજાના મિત્રોએ કરી એવી મૂર્ખતા કે વીડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો... વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

વરઘોડામાં વરરાજાના મિત્રોએ કરી એવી મૂર્ખતા કે વીડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો… વાયરલ થયો વીડિયો

લો બોલો… વરરાજાના મિત્રોને વરઘોડામાં સૂઝી એવી મસ્તી કે ઘોડી પર બેઠેલા વરરાજાને ખાટલા સાથે જ ઊંચકી લીધો અને પછી… જુઓ વીડિયો

લગ્નની સીઝનમાં ઇન્ટરનેટ પર પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે જે જોઈને લોકો હેરાન પણ રહી જાય છે,  ખાસ કરીને લગ્નમાં જયારે વરઘોડો ચાલુ હોય ત્યારે કેટલાક લોકો એવો વિચિત્ર ડાન્સ કરતા હોય છે જેને જોઈને કોઈપણ પોતાનું હસવું રોકી નથી શકતા.

હવે એક લગ્નની આવી ક્લિપ સામે આવી છે જે તમારા હોશ ઉડાવી દેશે! હા, ઘણા લોકો સમજી શકતા નથી કે વરરાજાના મિત્રોએ આવું કૃત્ય કેમ કર્યું? ખરેખર, આ વિડિયો 20 માર્ચે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ  પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં આપણે છોકરાઓને ઘોડી સાથે વરને ઉપાડતા જોઈ શકીએ છીએ. કેટલાક લોકો કહી રહ્યા છે કે જો ઘોડી ભટકી ગઈ હોત તો વરની શું હાલત થતી.

આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વર ઘોડી પર બેઠો છે અને ઘોડી ખાટલા પર ઉભી છે. છોકરાઓના ટોળાએ તે ખાટલાને ઘેરી લીધું છે. એવું માનવામાં આવે છે કે તેઓ બધા વરરાજાના મિત્રો છે. પછી શું… બધા છોકરાઓ મળીને ઘોડીની સાથે ખાટલાને હવામાં ઊંચકીને તેની પ્રદક્ષિણા કરવા લાગ્યા. જો કે, આ સમય દરમિયાન ઘોડી સંભાળનાર વ્યક્તિ પણ ખાટલા પર હાજર હોય છે.

પરંતુ આ ક્લિપ જોઈને લોકો ચોંકી ગયા છે. મિત્રોએ આવું કેમ કર્યું તે તેઓ સમજી શકતા નથી. તમને જણાવી દઈએ કે, આ લાખો વ્યુઝ અને હજારો લાઈક મળી ચુકી છે.  ઘણા લોકોએ પ્રતિભાવો પણ આપ્યા. એક વ્યક્તિએ લખ્યું કે અડધો સમજુ વ્યક્તિ તો લાવવો હતો. બીજાએ લખ્યું- હવે આજ જોવાનું બાકી હતું.

Uma Thakor

disabled