બ્રેકઅપની ખબર પર અર્જુન કપૂરની રાડ ફાટી ગઈ, મલાઇકા ભાભી સાથેના લફરાંને લઇ કહી દીધી આ વાત - Chel Chabilo Gujrati

બ્રેકઅપની ખબર પર અર્જુન કપૂરની રાડ ફાટી ગઈ, મલાઇકા ભાભી સાથેના લફરાંને લઇ કહી દીધી આ વાત

ગઈકાલે જ એક સમાચાર વાયરલ થયા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે 48 વર્ષની મલાઈકા અરોરા અને ૩૬ વર્ષના અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર હવાની જેમ પ્રસરી રહ્યા છે. પરંતુ હવે આ માહિતી ઉપર ફલોપ અભિનેતા અર્જુન કપૂરે પોતાનું મૌન તોડ્યું છે. ફ્લોપ અભિનેતા અર્જુન કપૂરનું કહેવું છે કે તેમના અને મલાઈકા વચ્ચે બધું જ બરાબર છે. અમારા બ્રેકઅપની માત્ર અફવા ફેલાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@hottiemalaikaarorafc)

અભિનેતાએ બ્રેકઅપના સમાચાર વચ્ચે પોતાનો અને મલાઈકાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, આ અફવાનું કોઈ જ કારણ નથી. સુરક્ષિત રહો. દરેક લોકો સહી સલામત રહો તેવી પ્રાર્થના કરૂં છું. દરેકને મારો પ્રેમ.

ઇન્ટરનેટની એક ખાનગી વેબસાઈટ મુજબ છેલ્લા 6 દિવસથી મલાઈકા અરોરા પોતાના ઘરમાંથી બહાર નથી નિકળી. તે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ જતા ખુબ જ દુઃખી છે. હિરોઈન આ ઘટના પછી ઘરમાં જ એકલી રહેવા માંગે છે. એટલા માટે તેમણે પોતાને પોતાના ઘરમાં જ બંધ કરી દીધી છે.

અર્જુન કપૂરની આ પોસ્ટ ઉપર મલાઈકાએ પણ એક કોમેન્ટ કરી છે. મલાઈકાએ અર્જુન કપૂરની પોસ્ટ ઉપર એક હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું છે. જેના પગલે હવે આ બ્રેકઅપના સમાચાર ખોટા અને અફવા હોવાનું સાબિત થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે થોડાક જ દિવસ પહેલા ફ્લોપ એક્ટર અર્જુન કપૂર તેની બહેન રિયા કપૂરના ઘરે ગયો હતો. જ્યાં તેમણે પરિવારના દરેક સભ્યો સાથે ડિનર કર્યું હતું. રિયા અને મલાઈકાનું ઘર નજીક નજીકમાં જ છે. તેમ છતા અર્જુન કપૂર મલાઈકાને મળવા માટે તેમના ઘરે ગયો ન હતો. મલાઈકા અવાર નવાર અર્જુન કપૂરની સાથે ફેમિલી ડિનર પર જતી હતી પરંતુ આ વખતે એવું ન બન્યું.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અંદાજીત 4 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ બંને અવાર નવાર એકબીજાની સાથેની ફોટો જ શેર કરે છે તો ક્યારેક રેસ્ટોરન્ટ અને પાર્ટીમાં એકસાથે નજરે પડે છે.

admins

disabled