ખુશખબરી: હંમેશા હંમેશા માટે એક થઇ ગયા આલિયા ભટ્ટ અને રણબીર, કરોડો ફેન્સ ઝૂમી ઉઠ્યા - Chel Chabilo Gujrati

ખુશખબરી: હંમેશા હંમેશા માટે એક થઇ ગયા આલિયા ભટ્ટ અને રણબીર, કરોડો ફેન્સ ઝૂમી ઉઠ્યા

બોલીવુડના જાણીતા દંપત્તિ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે એટલેકે 14 એપ્રિલે પ્રભુતામાં પગલા માંડ્યા. આ સાથે તેના લગ્નને સુપર સિક્રેટ બનાવવા માટે બંને કલાકારો અને તેના પરિવારો તરફથી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. એવામાં પ્રશંસકોને રણબીર અને આલિયાના આ બહુપ્રતિક્ષીત લગ્નની ઝલક મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અહેવાલ છે કે બંનેએ સાત ફેરા લઇ લીધા છે.

અહેવાલ મુજબ આલિયા અને રણબીરના લગ્ન ચાર પંડિત દ્વારા કરાઈ રહ્યાં છે. દંપત્તિના ફેરા શરુ થઇ ગયા છે. આલિયા ભટ્ટને તેની દીકરી માનનારા કરણ જૌહરે ફેરાના બંધનની એક ગાંઠને બાંધી છે. રણધીર કપૂર, બબિતા કપૂર અને કરિશ્મા કપૂર જેવા નજીકના સંબંધી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન માટે વાસ્તુ ભવન પહોંચી ગયા છે.

રણબીર-આલિયાના લગ્નમાં આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી પહોંચી ગયા છે. માં નીતૂ કપૂર અને બહેન રિદ્ધીમા કપૂર, આલિયા-રણબીરના લગ્ન માટે સજીધજીને તૈયાર છે. કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાનની સાથે વેડિંગ વેન્યુ પર પહોંચી ગઇ છે.

રણબીર કપૂર ક્રિષ્ણા કોટેજથી વાસ્તુ સુધી બારાત લઇને જશે એવું આયોજન અગાઉ વિચારવામાં આવ્યુ હતું. બારાત માં રિદ્ધિમા, કરીના, કરિશ્મા ઉપરાંત શ્વેતા નંદા, અયાન મુખજી સહિતની બોલિવુડ Celebઅને પરિવારના સભ્યો સાજનમાજન તરીકે મ્હાલવાના હતા.

પરંતુ, આ લગ્નએ સોશિયલ મીડિયામાં ભારે ક્રેઝ ઊભો કર્યો હોવાથી લગ્ન સ્થળ બહાર પાપારાઝી ફોટોગ્રાફર્સ અને અન્ય ચાહકોનાં મોટાં ટોળાં જોવા મળી રહ્યાં છે. એક એક વાહનને અંદર જવા દેવામાં સિક્યોરિટી જવાનોને ભારે મહેનત કરવી પડી રહી છે. આ તમામ ઘટનાક્રમ જોતાં છેલ્લી ઘડીએ બારાત કાઢવાનું માંડી વાળવામાં આવ્યું હતું.

admins

disabled