દીકરીને કોલેજમાં મુકવા જતો પથ્થર જેવો બાપ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ - Chel Chabilo Gujrati

દીકરીને કોલેજમાં મુકવા જતો પથ્થર જેવો બાપ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ

પોતાની સપનાની કોલેજમાં ભણવા માટે ગઈ દીકરી, મુકવા માટે ગયેલા પિતાની આંખોમાંથી ધડધડ વહેવા લાગી આંસુઓની ધારા, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

એક પિતા પોતાની દીકરીને ખુબ જ પ્રેમ કરતો હોય છે, જેના ઘણા ઉદાહરણો આપણી આસપાસ અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોની અંદર જોવા મળતા હોય છે, ખાસ કરીને દીકરીના લગ્ન સમયે જયારે પથ્થર જેવા હૃદય ધરાવતો પિતા પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. આવી ઘટનાઓ જોઈને આપણી આંખોમાંથી પણ આંસુઓ આવી જાય, ત્યારે હાલ એક એવો જ બાપ દીકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને સૌની આંખો ભીની કરી છે.

વાયરલ થઇ રહેલો  વીડિયો એક બાપ અને દીકરાના પ્રેમને વર્ણવી રહ્યો છે, જેને પ્રેક્ષા નામના યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, પ્રેક્ષાએ કેપશનમાં લખ્યું છે કે, “”તેઓ મને દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ કોલેજમાં અમારા સપનાની જગ્યા પર છોડી રહ્યા હતા. તે મારો પ્રથમ દિવસ હતો તેથી અમે ફક્ત કેમ્પસની શોધખોળ કરી રહ્યા હતા અને અચાનક મેં જોયું કે મારા પિતાની આંખો આંસુઓથી વહેતી હતી.”

પ્રેક્ષાએ આગળ લખ્યું કે, “તે (તેના પિતા) ખુશીથી અભિભૂત હતા અને લાગણીઓના આગલા સ્તર પર હતા. તેમના હૃદયનો ટુકડો તેમનાથી દૂર હશે તે પણ એક કડવું સત્ય હતું જે તે આંસુએ મને કહ્યું હતું. આ સપનું સાકાર કરવા માટે મેં જેટલા પણ બલિદાન આપ્યા, બધી જ મહેનત કરી, મેં જે કંઈ કર્યું, આખરે મને કંઈક આવું જોવા મળ્યું. હું ફક્ત એટલું જ કહી શકું છું કે તમારો હસતો ચહેરો અને ચમકતી આંખો જોવા માટે હું કંઈપણ કરીશ. આભાર મમ્મી પપ્પા! હું તમને પ્રેમ કરું છુ. !’

 

View this post on Instagram

 

A post shared by Preksha (@pre.xsha)

પ્રેક્ષા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો કેટલાય લોકોની આંખોને ભીની કરી રહ્યો છે, સાથે જ લોકોને પણ કોમેન્ટ કરવા માટે મજબુર કરી રહ્યો છે. આ વીડિયોમાં સામાન્ય લોકોની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.  અભિનેતા રોહિત શ્રોફ અને પ્રખ્યાત વેબ સિરીઝ અભિનેતા આયુષ મહેરા સહિતની હસ્તીઓએ પણ પોસ્ટ પર ટિપ્પણી કરી છે.

Uma Thakor

disabled