બોલિવુડના એવા 6 મોટા સેલિબ્રિટી જેણે લગ્ન બાદ લફરાંને કારણે ચર્ચામાં રહ્યા, 3 નંબરે ખુબ જલસા કર્યા - Chel Chabilo Gujrati

બોલિવુડના એવા 6 મોટા સેલિબ્રિટી જેણે લગ્ન બાદ લફરાંને કારણે ચર્ચામાં રહ્યા, 3 નંબરે ખુબ જલસા કર્યા

6 પૈસાદાર બેશરમ સિતારાઓ પરિણીત હોવા છતાંય બહાર જઈને લફરાં કર્યા, જુઓ

બોલિવુડમાં ઘણી વખત એવા અનેક સમાચાર આવે છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. બોલિવુડ સ્ટાર્સના કોઈની સાથેના સંબંધો, ક્યારેક બ્રેકઅપ અને બોલીવુડમાં બદલાતા સંબંધો આ વાત સામાન્ય છે. બોલિવુડ સ્ટાર્સના અફેયરના સમાચારોની ચર્ચાએ મોટી ખબર હોય છે. તેમજ આ અફેર જો લગ્ન પછી હોય તો આ ચર્ચા ખૂબ જ વધતી જાય છે.

આજે તમે એવા જ સ્ટાર્સ વિશે જાણશો જેના લગ્ન બાદ તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ.

રોહિત શેટ્ટી અને પ્રાચી દેસાઇ

 

બોલિવુડના ફેમસ ડાયરેકટર એવા રોહિત શેટ્ટીને કોણ નથી જાણતુ. રોહિત શેટ્ટીના લગ્ન 2005માં થયા હતા. વર્ષ 2012માં રોહિત શેટ્ટી તેમની ફિલ્મ બોલ બચ્ચનનું શુટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રોહિત અને પ્રાચીના અફેરની અફવાઓ ઉડી હતી. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં પ્રાચી લીડ રોલમાં હતી.

શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા

 

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને તેમની પત્નિ ગૌરી ખાનની જોડી પોપ્યુલર જોડીમાંની એક છે. ફિલ્મ ડોનની શુટિંગ વખતે શાહરૂખ અને પ્રિયંકાના એકબીજાની નજીક આવ્યા તેવી ખબર ખૂબ જ ફેલાઇ હતી, જો કે બંનેએ આ વાત પર કયારેય કશું કહ્યુ નથી. આવામાં પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેમના જીવનમાં શાહરૂખનું કોઇ પણ સ્થાન નથી. એવું કહેવામાં આવે છે કે, ગૌરીએ શાહરૂખને ચેતવણી આપી હતી કે, તે પ્રિયંકા સાથે કયારેય કામ નહિ કરે જેના કારણે શાહરૂખ ખાને પ્રિયંકાથી દૂરી બનાવી લીધી.

સૈફ અલી ખાન અને રોજા

 

સૈફ અલી ખાને તેમનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે પરિવાર વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. પરંતુ તેમના સંબંધમાં ત્યારે કચાશ આવી જયારે સૈફના જીવનમાં ઈટાલિયન મોડેલ રોજાની એન્ટ્રી થઇ. તેની સાથે સૈફના અફેરની ચર્ચા બાદ 2004માં સૈફે અમૃતા સાથે તલાક લીધો.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા

 

બોલિવુડના એક્શન હિરો કહેવાતા સની દેઓલે વર્ષ 1983માં બેતાબથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. સની દેઓલ અને ડિમ્પલની જોડીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને તે બાદથી તે બંને વચ્ચેના અફેરની ચર્ચા થવા લાગી હતી. તમને જણાવી દઇએ કે, સની દેઓલ અને ડિમ્પલ બંને લગ્ન થયેલા હતા. ચર્ચા ત્યાં સુધી હતી કે, ડિમ્પલ રાજેશ ખન્નાથી અલગ રહેવા લાગ્યા હતા અને આ કથિત અફેર 11 વર્ષ ચાલ્યુ હતું. જો કે, આ કિસ્સો જયારે ખત્મ થયો ત્યાં સુધી સની દેઓલની પત્નિએ છોડવાની ધમકી આપી હતી.

પ્રભુદેવા અને નયનતારા

 

પ્રભુદેવા અને લત્તાએ વર્ષ 1995માં લગ્ન કર્યા હતા પરંતુ પ્રભુદેવા નયનતારાની નજીક આવતા ગયા. એવું કહેવામાં આવે છે કે, પ્રભુદેવા સાથે લગ્ન કરવા માટે નયનતારાએ તેમની પહેલી પત્નિને ફોન કરીને સહમતિ માંગી હતી. લત્તાએ તેમના લગ્ન બચાવવાની ઘણી કોશિશો કરી પરંતુ તે સફળ થઇ નહિ આ માટે તેમણે ભૂખ હડતાળ પર જવાની કોશિશ પણ કરી હતી.

આયશા શ્રોફ અને સાહિલ ખાન

 

જેકી શ્રોફની પત્નિ આયશા શ્રોફના અફેરની ચર્ચા સાહિલ ખાન સાથે થવા લાગી હતી ત્યારે લોકો ઘણા આશ્ચર્યચકિત થયા હતા. બંનેએ વર્ષ 2009માં એક પ્રોડકશન હાઉસ ખોલ્યુ હતું. જો કે, તે બંને પ્રોફેશનલ કરતા વધુ સારી બોન્ડિંગ શેર કરતા હતા. પરંતુ 2014માં આ પાર્ટનરશિપ તૂટી અને સાહિલે આયશા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો. તેના જવાબમાં સાહિલના વકીલે બંનેની કેટલીક તસવીરો પેશ કરી. ત્યાર બાદ આયશાએ બયાન આપ્યુ કે, તે બંને વચ્ચે કોઇ અફેર ન હોઇ શકે કારણ કે સાહિલ ગે છે.

Live 247 Media

disabled