અમીષા પટેલને ખુલ્લે આમ દિવંગત નેતાના લાડલા દીકરાએ કરી દીધુ પ્રપોઝ, અભિનેત્રીએ પણ સામે કહ્યુ- આઇ લવ યુ... - Chel Chabilo Gujrati

અમીષા પટેલને ખુલ્લે આમ દિવંગત નેતાના લાડલા દીકરાએ કરી દીધુ પ્રપોઝ, અભિનેત્રીએ પણ સામે કહ્યુ- આઇ લવ યુ…

મહાન નેતાના દીકરાએ અમિષા પટેલને કહ્યું ‘કહોના પ્યાર હૈ’! અંગત તસવીરો થઈ વાયરલ

દિવંગત રાજનેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો જન્મદિવસ હતો. ફૈઝલને અભિનંદન આપનારાઓમાં બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલનું નામ પણ સામેલ હતું. અમીષાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફૈઝલને જન્મિદિવસની શુભેચ્છા પાઠવી હતી. જેના જવાબમાં તેણે લખ્યું- ધન્યવાદ અમિષા, હું તને સામાન્ય રીતે જાહેરમાં પ્રપોઝ કરી રહ્યો છું, શું તું મારી સાથે લગ્ન કરીશ. જો કે તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે પહેલા તે વાયરલ થઈ ગઈ હતી.

આ પહેલા અમીષાએ લખ્યું હતું- હેપ્પી બર્થડે માય ડાર્લિંગ, લવ યુ. આ વર્ષ તમારા માટે સૌથી અદ્ભુત બની રહે. નોંધનીય છે કે અમીષા પટેલનું નામ અત્યાર સુધી ઘણા સેલેબ્સ સાથે જોડાઈ ચૂક્યું છે. અમીષાએ ઘણા લોકોને ડેટ કર્યા છે, પરંતુ હજુ સુધી તેણે લગ્ન કર્યા નથી. અમીષા સિંગલ છે અને ઘણી ખુશ છે.

અમીષા અને ફૈઝલને ઘણી વખત એકસાથે અત્યાર સુધી સ્પોટ કરવામાં આવ્યા છે, પરંતુ બંનેએ તેમના સંબંધોને લઇને ક્યારેય ઓફિશિયલ કંઇ કહ્યુ નથી.. ફૈઝલ ​​HMP ફાઉન્ડેશનના CEO છે. ફૈઝલના પહેલા લગ્ન ઝૈનબ નેદો સાથે થયા હતા. ઝૈનબનું નિધન જૂન 2017માં કાર્ડિયાક અને ન્યુરોલોજી સંબંધિત બિમારીઓને કારણે થયું હતું.

અમીષાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સની દેઓલ સાથે ગદર 2નું શૂટિંગ કરી રહી છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તે સકીનાની ભૂમિકામાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. શક્તિમાન ફિલ્મની વાર્તા લખી રહ્યા છે, જ્યારે મિથુન તેનું સંગીત આપી રહ્યા છે.

Live 247 Media

disabled