"પુષ્પા"ના IPS ભંવર સિંહ શંખાવત સાથે અભિનેતા ઇરફાન ખાનનું છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે - Chel Chabilo Gujrati

“પુષ્પા”ના IPS ભંવર સિંહ શંખાવત સાથે અભિનેતા ઇરફાન ખાનનું છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે

15 મિનિટના રોલમાં પુષ્રાના ભંવર સિંહ છવાઇ ગયા લોકોના દિલ પર, ઇફાન ખાન સાથે છે ખાસ કનેક્શન

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ 17 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ દર્શકોમાં તેનો ક્રેઝ હજુ પણ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુષ્પાએ અત્યાર સુધીમાં લગભગ 247 કરોડનું કલેક્શન કર્યું છે. ત્યાં અલ્લુ અર્જુનના પુષ્પા પાત્રની સાથે, ફિલ્મના છેલ્લા ભાગમાં એન્ટ્રી મારનાર વિલન IPS ભંવર સિંહ શેખાવતની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. માત્ર થોડી મિનિટોની ભૂમિકામાં તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા અને હવે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ‘પુષ્પા પાર્ટ 2’માં ભંવર સિંહ શેખાવત અને પુષ્પા વચ્ચે શું થશે.

ફિલ્મમાં IPS ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ છે ? તમને જણાવી દઇએ કે, જેણે ભંવર  સિંહનો રોલ પ્લે કર્યો છે તેનું ઈરફાન ખાન સાથે પણ ખાસ કનેક્શન છે. પુષ્પા ફિલ્મમાં IPS ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ છે ફહાદ ફાસિલ. આ નામ હિન્દી બેલ્ટ માટે ભલે નવું હોય પરંતુ દક્ષિણમાં તે ખૂબ જાણીતું નામ છે. ફહાદ એક મજબૂત અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ છે. તેણે ઘણી તમિલ અને મલયાલમ ફિલ્મો કરી છે. ફહાદ ફૈસીલ કેરળના અલપ્પુઝાનો વતની છે અને તેનો જન્મ 8 ઓગસ્ટ 1982ના રોજ થયો હતો. તે પરિણીત છે અને તેની પત્નીનું નામ નઝરિયા નાઝીમ છે. નઝારિયા એક અભિનેત્રી છે અને તમિલ-મલયાલમ ફિલ્મો સાથે સંકળાયેલી છે.

આ ઉપરાંત, તેના પિતાનું નામ એલેક્સા મોહમ્મદ ફાઝિલ છે જે ફિલ્મ દિગ્દર્શક છે અને માતાનું નામ રોઝીના છે. ફહાદ ફાસીલે તેનું શાળાકીય શિક્ષણ અલપ્પુઝાની SDV સેન્ટ્રલ સ્કૂલ, લોરેન્સ સ્કૂલ ઉટી અને ધ ચોઈસ સ્કૂલ (ત્રિપુનિથુરા)માંથી કર્યું છે. આ સિવાય તેણે સનાતન ધર્મ કોલેજ (એલેપ્પી)માંથી સ્નાતકનું શિક્ષણ મેળવ્યું છે. તે બપાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા જ્યાં તેમણે મિયામી યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં એમએ કર્યું. ફહાદ ફૈસીલે તેની ફિલ્મની શરૂઆત તેના પિતા દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ “કૈયેથુમ દૂરથ (2002)” થી કરી હતી, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ માટે તેણે પોતે જ સ્વીકાર્યું કે તે યોગ્ય તૈયારી સાથે આવ્યો ન હચો. ત્યાર બાદ તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.

લગભગ 6 વર્ષના અંતરાલ પછી, તેણે કેરળ કેફે (2009) નામની મલયાલમ ફિલ્મથી પુનરાગમન કર્યું. મળતી માહિતી મુજબ, ફહાદે લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યું છે. ફહાદ ફાસીલને તેના દમદાર અભિનયને કારણે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેને 2 વખત કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ જીત્યો છે. તેમજ તેને 2001માં ફિલ્મ ‘અકમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તે જ સમયે, તેને આર્ટિસ્ટ અને નોર્થ 24 કથામ ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેને સાઉથનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. જાણીને નવાઈ લાગશે કે ઈરફાન ખાન સાથે ફહદ ફાસીલનું ખાસ કનેક્શન છે. જો કે, તે તેને ક્યારેય મળી શક્યો નહીં.

તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ થયા પછી, ફવાદ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. પરંતુ, આ દરમિયાન તેના જીવનમાં એક એવી ઘટના બની કે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડીને ફિલ્મમાં કામ કરવા માટે ભારત પરત આવવાનું નક્કી કર્યું. આ નિર્ણય પાછળ ઈરફાન ખાનની ફિલ્મોનો હાથ હતો. તેણે ખુદ અભિનેતા ઈરફાન ખાનના નિધન પર શ્રદ્ધાંજલિ તરીકે આ માહિતી આપી હતી.તેમણે એક પત્ર દ્વારા ઈરફાન સાથે જોડાયેલી પોતાની વાત જણાવી હતી.

પત્રમાં, તે તેના વીતેલા દિવસોને યાદ કરીને કહે છે કે “જ્યારે હું અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે હું સપ્તાહના અંતે મારા મિત્રો સાથે ભારતીય ફિલ્મો જોતો હતો. અમે નજીકની પાકિસ્તાની કરિયાણાની દુકાનમાંથી ફિલ્મની ડીવીડી મેળવતા. એક દિવસ દુકાનના માલિકે ઈરફાન ખાનની ફિલ્મ ‘યું હોતા તો ક્યા હોતા’ જોવાનું કહ્યું, જેનું નિર્દેશન નસીરુદ્દીન શાહે કર્યું હતું. તમને જણાવી દઈએ કે ત્યાં સુધી ફવાદને ઈરફાન ખાન વિશે ખબર ન હતી. તેણે ફિલ્મમાં એક મજબૂત અભિનેતાને જોયો અને એક મિત્રને પૂછ્યું કે “તે કોણ છે, જે આટલો શાનદાર અભિનય કરી રહ્યો છે અને સ્ક્રીન પર અસલી દેખાય છે” તો તેને ખબર પડી કે આ બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાન છે.

તે ઈરફાનથી એટલો પ્રભાવિત થયો કે તે તેની ફિલ્મોનો દીવાના બની ગયો. તેણે ઈરફાન ખાનની ઘણી ફિલ્મો જોઈ. ઈરફાનની એક્ટિંગ જોઈને તેને લાગ્યું કે તેણે ભારત પાછા જઈને ફિલ્મોમાં કામ કરવું જોઈએ અને તેણે પોતાનો અભ્યાસ છોડીને ભારત આવી ગયો. તો કંઈક આવું હતું ફવાદ ફાસિલનું ઈરફાન કનેક્શન.  ફહાદ ‘અન્નયુમ રસૂલમ’ અને ‘મહેશિંતે પ્રતિકારમ’ જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયો.

 

તમને જણાવી દઈએ કે વિશાલ ભારદ્વાજે ફિલ્મ ‘કાર્બન’ માટે સંગીત આપ્યું હતું. જેમાં ફહાદ લીડ રોલમાં હતો.2018માં એક હિન્દી ફિલ્મ આવી હતી – ‘કારવાં’. આમાં મલયાલમ એક્ટર દુલ્કરે ઈરફાન સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ કેરળમાં થઈ રહ્યું હતું. ફહાદને ઈરફાનને મળવાનો મોકો મળ્યો, પણ શું થયું? તેમણે લખ્યુ “મારો પ્રિય મિત્ર દુલકર ઈરફાન સાથે અમારા શહેરમાં જ શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે પણ હું તેને મળી શક્યો ન હતો, કારણ કે તે સમયે હું પોતે વ્યસ્ત હતો. અને ત્યાં કોઈ ઉતાવળ હતી એવું વિચારવાનું કોઈ કારણ ન હતું. પરંતુ આજે મને તેમની સાથે હાથ ન મિલાવવાનો અફસોસ છે. મારે તેને મુંબઈ જઈને સીધો મળવો જોઈતો હતો.” તેણે કહ્યું કે તે આખો દિવસ ઈરફાન વિશે વિચારતો રહ્યો. તેણે કહ્યું કે તેની કારકિર્દી માત્ર ઈરફાનના કારણે છે. “મને નથી લાગતું કે જો મેં તે ડીવીડી ઉપાડી ન હોત અને મારું જીવન બદલી નાખનાર અભિનેતાને જોયો ન હોત તો હું આટલો દૂર આવ્યો હોત.”

Live 247 Media

disabled