પતિના રહેતા બીજા પુરુષને દિલ આપી બેઠી આ અભિનેત્રીઓ, બધુ ભૂલાવી ચલાવ્યુ ચક્કર...શરમ આબરૂના કર્યા ધજાગરા - Chel Chabilo Gujrati

પતિના રહેતા બીજા પુરુષને દિલ આપી બેઠી આ અભિનેત્રીઓ, બધુ ભૂલાવી ચલાવ્યુ ચક્કર…શરમ આબરૂના કર્યા ધજાગરા

બોલિવૂડ હોય કે ટીવી સ્ટાર્સ, તેમનું અંગત જીવન અને ખાસ કરીને તેમની લવ લાઈફ ઘણી હેડલાઈન્સમાં રહે છે. બીજી તરફ જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત આવે ત્યારે લોકોને બહુ મસાલો મળે છે. ઘણી વખત અભિનેત્રીઓ લગ્ન પછી પોતાના પતિ સિવાય બીજા પુરૂષ પ્રત્યે એટલી આકર્ષિત થઈ જાય છે કે તેઓ બધુ ભૂલી તેમની સાથે ચક્કર ચલાવી બેસે છે. આજે અમે તમને આવી જ કેટલીક હિરોઇનો વિશે જણાવવાના છીએ.

મલાઈકા અરોરા : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા વિશે એવું કહેવાય છે કે અરબાઝ ખાન સાથે છૂટાછેડાનું કારણ મલાઈકાની અર્જુન કપૂર સાથેની વધતી જતી નિકટતા હતી. હાલમાં, જ્યારે મલાઈકા અર્જુન કપૂર સાથે તેના અંગત જીવનનો આનંદ માણી રહી છે, ત્યારે અરબાઝ પણ ઇટાલિયન મોડલ અને બોલિવુડમાં જલ્દી જ ડેબ્યુ કરનારી જોર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે.

શ્વેતા તિવારી : ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીએ અત્યાર સુધીમાં બે લગ્ન કર્યા છે અને તેના બંને લગ્ન અસફળ રહ્યા. એક્ટ્રેસે 18 વર્ષની ઉંમરે રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા, આ લગ્નથી તેને દીકરી પલક તિવારી છે. જ્યારે અભિનેત્રીએ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, અને આ લગ્નથી તેને એક રેયાંશ કોહલી નામનો દીકરો છે.

કામ્યા પંજાબી : આ યાદીમાં અભિનેત્રી કામ્યા પંજાબીનું નામ પણ સામેલ છે. એક્ટ્રેસના પૂર્વ પતિ બંટી નેગીએ કામ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે કામ્યા પંજાબીનું અફેર બોલિવૂડ સ્ટાર સંજય દત્તના પિતરાઈ ભાઈ નિમાઈ બાલી સાથે છે.

સંજીદા શેખ : ટીવીના પ્રખ્યાત અભિનેતા આમિર અલી અને સંજીદા શેખ પણ અલગ થઈ ગયા છે. જોકે, સંજીદા શેખ પર લગ્નેતર સંબંધોનો પણ આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજીદા અને આમિરના છૂટાછેડાનું કારણ અભિનેતા હર્ષવર્ધન રાણે હોવાનું માનવામાં આવતું હતું.

નિશા રાવલ : ટીવી એક્ટર્સ નિશા રાવલ અને કરણ મહેરાનું નામ પણ હેડલાઇન્સમાં હતું. કરણે નિશાને આરોપ લગાવ્યો કે તેની પત્નીનું અફેર તેના ભાઈ રિતેશ સાથે હતું.

દીપિકા કક્કર : ટીવીની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કર પર પહેલા પતિ રૌનક સાથે છૂટાછેડા બાદ તેના પર આવા આરોપો લગાવવામાં આવ્યા છે. દીપિકા વર્ષ 2011માં શોએબ ઈબ્રાહિમને મળી હતી જ્યારે તે હજુ પરિણીત હતી. બીજા જ વર્ષે દીપિકાએ તેના પતિ રૌનકથી છૂટાછેડા લીધા હતા. વેલ, શોએબ અને દીપિકા પરિણીત છે અને બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે.

Live 247 Media

disabled