દીકરીને દૂધ પીવડાવતી વખતે અભિનેત્રીએ સામેથી ક્લિક કરાવી તસવીર, તસવીર જોઇ મચી ગઇ બબાલ
દીકરીને દૂધ પીવડાવતી તસવીરો આ હિરોઈને દેખાડી, ફેન્સ બોલ્યા શરમ સંસ્કાર જેવું કઈંક રાખો તો સારું
બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા અને લગ્ન પછી જાણવા મળ્યું હતું કે તે પહેલેથી જ પ્રેગ્નેટ હતી. એવલીને 12 નવેમ્બર 2021ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે તેની પુત્રીના ફોટા શેર કરી રહી છે. ફરી એકવાર અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે જે જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. એવલિન શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્રેસ્ટફિડિંગ કરાવતી વખતે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો હાલ જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોના કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
એવલિન ઘણીવાર બ્રેસ્ટફીડિંગ કરતી વખતે ફોટા શેર કરે છે, જેને લઈને ટ્રોલ પણ થાય છે. પરંતુ એવલિન આવી તસવીરો શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી.એવલિન શર્મા તેની પુત્રી સાથેની તસવીરો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે. અભિનેત્રીનું આ પ્રથમ સંતાન છે. એવલિને નવેમ્બર 2021માં પુત્રીને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ 15 મે 2021ના રોજ તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. પુત્રીના જન્મ પછી અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેણે અવા રાનિયા ભીંડીને જન્મ આપ્યો છે.
View this post on Instagram
આ સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રીને કિસ કરતી પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘મારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાત્ર. અવા રાનિયા ભીંડીની માતા. આ પોસ્ટ સાથે એવલિન શર્માએ ખુલાસો કર્યો કે તેણે તેની પુત્રીનું નામ અવા (Ava) રાખ્યું છે. Ava એ લેટિન નામ છે, જેનો અર્થ થાય છે ‘પક્ષી’, ‘જીવન’, ‘પાણી’. આ સિવાય તેનું બીજું મહત્વ છે. સેન્ટ અવા રાજા પેપિનની પુત્રી હતી, જે અંધત્વથી મટાડવામાં આવી હતી. તે પછી તે સાધ્વી બની ગઈ.
View this post on Instagram
પેપિન રોમન સામ્રાજ્યમાં જર્મન ભાષી લોકોનો રાજા હતો. તમને જણાવી દઈએ કે એવલિન શર્માએ 12 નવેમ્બર 2021ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જેનું નામ અવા છે. તેના લગ્ન તુષાર ભીંડી સાથે થયા છે. 12 જુલાઈ 1986ના રોજ જન્મેલી એવલિન શર્માનો જન્મ જર્મનીના ફ્રેન્કફોર્ટમાં થયો હતો. એવલિનની માતા જર્મન છે અને પિતા ભારતીય છે.
View this post on Instagram
એવલિનને તેના કોલેજના દિવસોથી જ મોડલિંગ પસંદ હતું અને તેણે કેટલાક સૌંદર્ય પ્રસાધનોનું મોડલિંગ પણ કર્યું હતું. તેણે બોલિવૂડમાં ફિલ્મ ‘ફ્રોમ સિડની વિથ લવ’થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ લોકો તેને ‘યારિયાં ગર્લ’ તરીકે ઓળખે છે. આ સિવાય તેણે ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં પણ નાનો રોલ કર્યો હતો.