આશ્રમ શો ની બાબાની ભક્ત હિરોઈને ઇંગલિશ બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ, યુઝરે લખ્યુ- અંગ્રેજોની ગુલામ થઇ ગઈ આ - Chel Chabilo Gujrati

આશ્રમ શો ની બાબાની ભક્ત હિરોઈને ઇંગલિશ બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ, યુઝરે લખ્યુ- અંગ્રેજોની ગુલામ થઇ ગઈ આ

બોલિવૂડની સુપરબોલ્ડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા હંમેશા પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. ઘણીવાર અભિનેત્રી બોલ્ડ કપડામાં જોવા મળે છે, ક્યારેક તે બિકી પહેરીને તો કયારેક તેના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અને બોલ્ડ પોઝ આપીને લાઇમલાઇટ લૂંટતી હોય છે. ઇશા ગુપ્તાએ હાલમાં જ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલાસો કર્યો છે અને તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના સંબંધની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ઇશા ગુપ્તા છેલ્લા ત્રણ વર્ષથી એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે અને તેણે તેની સાથે હાલમાં જ એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઈશા ગુપ્તાએ જે તસવીર શેર કરી છે તેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે બેઠેલી જોવા મળી રહી છે. તે હાલમાં સ્પેનિશ બિઝનેસમેન Manuel Campos Guallar ને ડેટ કરી રહી છે. અભિનેત્રીએ એમસી ગુલાર સાથે તેની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેશનની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બંને બોટ પર બેઠેલા જોઈ શકાય છે. પ્લંગિંગ નેકલાઇન સાથે લવંડર ડ્રેસમાં ઇશા ગુપ્તા સફેદ સ્પાર્કલિંગ વાઇન ગ્લાસ સાથે પોઝ આપતા હોટ લાગી રહી છે. ત્યાં ગુલાર આ દરમિયાન સફેદ શર્ટ અને પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે.

ઇશાએ તસવીરને કેપ્શન આપ્યું, “10-08-22.. હેપ્પી 3 બેબી”. તેમની વર્ષગાંઠ 10 ઓગસ્ટના રોજ હતી અને ફોટો 14 ઓગસ્ટના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.જો કે, એક યુઝરે તેને ભારતના બદલે અંગ્રેજ છોકરાને પસંદ કરવા બદલ ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું- અંગ્રેજોની દીવાની, તો બીજાએ કહ્યુ, ‘સારું છે પણ જો કોઈ ભારતીય હોત તો સારું થાત.થોડા દિવસો પહેલા ઈશાએ તેના બોયફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે કેટલાક નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ફૂડ એન્જોય કરતી જોવા મળી હતી.

આ દરમિયાન ઈશાના હાથમાં રિંગ જોવા મળી હતી. જો કે, તેણે આ સમય દરમિયાન જણાવ્યું ન હતું કે તે સગાઈની રિંગ હતી કે ગુલારે તેને પ્રપોઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઇશા ગુપ્તાની સરખામણી ઘણીવાર હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી સાથે કરવામાં આવે છે. એન્જેલિના સાથેની તેની સરખામણી અંગે એક ઈન્ટરવ્યુમાં ઇશા ગુપ્તાએ કહ્યું હતું – સાચું કહું તો મેં આવું ક્યારેય જોયું નથી અને ન તો મને એવું લાગે છે. મેં થોડા દિવસો પહેલા એક કોલાજ જોયો હતો,

જેમાં અમારા ફોટા હતા. એ વખતે ફોટો જોઈને મને લાગ્યું કે ઠીક હશે. મને હંમેશા લાગે છે કે હું મારી માતા જેવી દેખાઉં છું. વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતનાર ઇશા ગુપ્તાએ ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ઈશાએ રાઝ 3ડી, રુસ્તમ, બાદશાહો, કમાન્ડો 2 સિવાય કેટલીક તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘દેશી મેજિક’ અને ‘હેરા ફેરી 3’માં જોવા મળશે.

ઇશા ગુપ્તા છેલ્લે લોકપ્રિય વેબ સીરીઝ ‘આશ્રમ 3’માં બોબી દેઓલ સાથે હોટ સીન્સ આપતી જોવા મળી હતી. ઇશાએ તાજેતરમાં લખનઉમાં તેના એક પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કર્યું છે જે એક ક્રાઈમ થ્રિલર છે.જણાવી દઈએ કે ઇશા ગુપ્તા બોલિવૂડની સૌથી સેન્સેશનલ અભિનેત્રીઓમાંની એક છે. તે માત્ર તેના હોટ લુકથી જ નહીં પરંતુ તેની એક્ટિંગથી પણ દર્શકોનું દિલ જીતી રહી છે.

Live 247 Media

disabled