આ માણસે હાથીનું જીવન બદલી નાખ્યુ, તમે જાણશો તો તેની પ્રશંસા કર્યા વગર નહિ રહી શકો
હાથીને એક પગ નહોતો, માણસે આર્ટિફિશિયલ પગ આપીને જિંદગી બદલી દીધી, જુઓ આવી રીતે ચાલતો થયો હાથી
થાઇલેન્ડમાં એક માણસે વિકલાંગ હાથીના જીવને સુધારવાનું કામ કર્યુ છે. આવો જ એક વીડિઓ સામે આવ્યો છે.
વીડિઓમાં જોઇ શકાય છે કે, એક માણસ તેનો પૂરો સમય એક વિકલાંગ હાથીને આપે છે. અને આ સમય તે વિકલાંગ હાથીના આર્ટિફિશિયલ પગ બનાવવામાં ખર્ચ કરે છે. તેણે વૈજ્ઞાનિક રીતે આ કૃત્રિમ પગ તૈયાર કર્યા છે. આ પહેરીને હાથી સરળતાથી ચાલી શકે છે.
Making elephants walk again through prosthetic limbs is like giving them a new lease of life. It is a fantastic contribution to the animal world .. deep respect to all those who are making this possible ♥️ Bravo 👏 #Elephants vc – a forward pic.twitter.com/2OdyZzkBRH
— Supriya Sahu IAS (@supriyasahuias) November 19, 2020
વિકલાંગતા સાથે જીવન જીવવું એ ઘણું જ કષ્ટદાયી છે. પછી તે માણસ હોય કે પશુ.. પરંતુ વિજ્ઞાનની ઝડપી પ્રગતિને કારણે વિકલાંગોનું જીવન થોડું સરળ થઇ ગયુ છે.
આવો જ એક વીડિઓ થાઇલેન્ડનો છે. કોઇ પશુઓને વિકલાંગતા સાથે જીવન જીવવું પડે છે, પરંતુ તમે જાણો જ છો કે, વિજ્ઞાન ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યુ છે અને તે જ કારણે વિકલાંગને સરળતાથી જીવન જીવી શકાય છે. તેમની ઘણા મદદ કરવામાં આવે છે અને આવો જ એક વિડીઓ હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે.