ગામડામાં રહેતા છોકરાએ બતાવ્યું પોતાનું ટેલેન્ટ, માત્ર આટલા હજારમાં જ તૈયાર કરી નાખી 6 સિટર ઇલેક્ટ્રિક બાઈક, વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા પણ થયા પ્રભાવિત, તમે પણ જુઓ - Chel Chabilo Gujrati

ગામડામાં રહેતા છોકરાએ બતાવ્યું પોતાનું ટેલેન્ટ, માત્ર આટલા હજારમાં જ તૈયાર કરી નાખી 6 સિટર ઇલેક્ટ્રિક બાઈક, વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા પણ થયા પ્રભાવિત, તમે પણ જુઓ

ઇન્ટરનેટ પર વાયરલ થયો ગામડાના છોકરાના ટેલેન્ટનો વીડિયો, બનાવી એવી ધાંસુ 6 સિટર ઇલેક્ટ્રિક બાઈક કે જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે.. જુઓ વીડિયો

તમે સોશિયલ મીડિયા પર દેશી જુગાડના ઘણા વીડિયો જોયા હશે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. આનંદ મહિન્દ્રા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આવા વીડિયો શેર કરે છે, જેને વારંવાર જોવાનું મન થાય છે. ફરી એકવાર તેમણે આવો જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક ઇલેક્ટ્રિક બાઇકનો  છે જેમાં 6 લોકો બેસી શકે છે.

ગામડામાં રહેતા એક છોકરાએ જુગાડ સાથે આવી ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી છે, જેમાં પાછળની જેમ એક પછી એક 6 સીટ આપવામાં આવી છે. તેમાં એક ડ્રાઈવર સીટ છે જ્યારે 5 પેસેન્જર સીટ છે. આ ઈલેક્ટ્રિક બાઈક વિશે છોકરાનો દાવો છે કે તેની રેન્જ સિંગલ ચાર્જ પર 150Km સુધીની છે. ખાસ વાત એ છે કે આનંદ મહિન્દ્રાએ  આ વીડિયોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ ડિઝાઇન ઓફિસર પ્રતાપ બોઝને પણ ટેગ કર્યા છે.

આ બાઇકને લોખંડની પાઇપની મદદથી ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં લગભગ 8 થી 10 ફૂટ લાંબી પાઇપની મદદથી ઇલેક્ટ્રિક સાઇકલની ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. ફ્રેમના તળિયે, પગને ગોઠવવા  માટે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે.  આ ઉપરાંત પેસેન્જરની સીટ સાથે એક હેન્ડલ જોડાયેલ છે. તેના આગળના ભાગમાં LED લાઇટ સાથે હોર્ન છે.  આગળ અને પાછળ બંને બાજુ ટેલિસ્કોપિક ફોર્ક લગાવવામાં આવ્યા છે. જેથી મુસાફરને ખાડાવાળા રસ્તા પર કોઈ મુશ્કેલી ન પડે.

ઇલેક્ટ્રિક બાઇકની બેટરી પાછળના ભાગમાં ફીટ કરવામાં આવી છે. ચાર્જિંગ યુનિટ પણ પાછળ સેટ છે. વીડિયોના અંતમાં આ ઈલેક્ટ્રિક બાઈક પર 6 લોકો પણ બેઠેલા જોવા મળે છે.વિડ્યોઅમ તે કહે છે કે આ બાઈકને બનાવવામાં અંદાજે 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આ વાહન સિંગલ ચાર્જ પર 150 કિમી સુધી ચાલે છે.  તેને ચાર્જ કરવાનો ખર્ચ 8 થી 10 રૂપિયા છે. એટલે કે 10 રૂપિયા ખર્ચીને 6 લોકો 150 કિમી સુધીની મુસાફરી કરી શકશે.  લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Uma Thakor

disabled