વાયરલ થયો ઘરડાંઓનો ઇમરાન હાશ્મી, દાદાએ ચાલુ બાઇકે પાછળ બેઠેલી મહિલાને કરી કિસ, જોઈને હેરાન રહી જશો, જુઓ વીડિયો

આ દાદાને ચાલુ બાઇકમાં ફૂટી જુવાની, પાછળની સીટ પર બાળક સાથે બેઠેલી મહિલા સાથે જ કરવા લાગ્યો રોમાન્સ, દિલ ધડક સ્ટન્ટ પણ કર્યા, લોકોએ કહ્યું, “બાળકનું તો વિચારો…” જુઓ વીડિયો

બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મી તેના કિસિંગ સીન માટે ખુબ જ જાણીતો છે, તેની ફિલ્મોમાં કિસિંગ સીન હંમેશા જોવા મળે છે, ત્યારે હાલ એક રિયલ લાઈફના દાદા પણ ચાલુ બાઇકે કિસ કરતા જોવા મળે છે, તેમના આ રોમાન્ટિક અંદાજને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.  આ વીડિયોને જોઈને ચર્ચાનો માહોલ પણ ગરમ થઇ ગયો હતો.

26 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે હેલ્મેટ વગરના કાકા એક મહિલા અને બાળક સાથે બાઇક ચલાવી રહ્યા છે. પરંતુ જેવો કોઈ તેનો વીડિયો બનાવવાનું શરૂ કરે છે, કાકા જુવાન થઈ જાય છે, અને ચાલતી મોટરસાઈકલ પર રોમાન્સ કરવાનું શરૂ કરે છે.  તે એવી રીતે બાઈક ચલાવી રહ્યા છે જાણે કોઈ જુવાનિયો ચલાવતો હોય.

પહેલા તેઓ બાઇકને સ્ટંટમેનની જેમ ચલાવે છે. આ દરમિયાન તે એ પણ ભૂલી જાય છે કે તેની સાથે એક નાનું બાળક પણ છે. થોડીવાર માટે જોખમી રીતે બાઇક ચલાવ્યા બાદ આ કપલ એકબીજાને કિસ કરે છે. આ જોઈને સૌ કોઈને નવાઈ લાગી રહી છે. આ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે “ઘરડાંઓનો ઇમરાન હાશ્મી”

વાયરલ વીડિયોએ લોકોને પણ કોમેન્ટ કરવા માટે મજબુર કરી દીધા હતા, આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે.  એક વ્યક્તિએ લખ્યું કે કોઈ મને સસ્તું ઝેર આપી દો. બીજાએ લખ્યું કે વૃદ્ધ યુવાન થઈ ગયો છે. ત્રીજાએ લખ્યું બાળકનો તો વિચાર કરો. આ ક્લિપ જોઈને કેટલાક યુઝર્સ હસી રહ્યા છે તો કેટલાકે કહ્યું કે લોકોએ આમની જેમ દિલથી જુવાન જોવું જોઈએ.

disabled