આ ભાઈ તરબૂચ ખાવાની મજા માણી રહ્યો હતો ત્યારે જ પાછળથી આવ્યું એક વિચિત્ર જાનવર અને.. વીડિયો જોઈને ઉડ્યા લોકોના હોશ - Chel Chabilo Gujrati

આ ભાઈ તરબૂચ ખાવાની મજા માણી રહ્યો હતો ત્યારે જ પાછળથી આવ્યું એક વિચિત્ર જાનવર અને.. વીડિયો જોઈને ઉડ્યા લોકોના હોશ

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ વિચારીએ કે આ કેવી રીતે થઇ ગયું. ત્યારે હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ તરબૂચ ખાઈ રહ્યો હતો ત્યારે જ પાછળથી એક પ્રાણી આવ્યું.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ હાથમાં તરબૂચ લઈ પકડીને ઉભો છે અને તેને પોતાના દાંતથી ખાઈ રહ્યો છે.  બરાબર એજ સમયે એક ઇગુઆના નામનું પ્રાણી પણ તેને જુએ છે અને તરબૂચ ખાવા માટે તેનું પણ મન લલચાય છે અને તે તે વ્યક્તિની એકદમ નજીક આવી જાય છે. તે છતાં પણ તે વ્યક્તિ ગભરાતો નથી અને એજ તરબુચમાંથી એક ટુકડો એ પ્રાણી ખાય છે.

વીડિયો જોઈને લાગી રહ્યું છ કે આ પ્રાણીથી તે વ્યક્તિને કોઈ ખતરો નથી, કદાચ તેને આ પ્રાણીને પાળ્યું પણ હોય શકે છે.  પરંતુ ભલે તે વ્યક્તિને આ પ્રાણીથી કોઈ ખતરો ના હોય પરંતુ લોકો આ વાયરલ વીડિયોને જોઈને ગુસ્સે થઇ ગયા છે. આ વીડિયો શેર કરવાની સાથે તે યુઝર્સે લખ્યું છે કે શેર કરવું એ કોઈની દેખરેખ કરવા જેવું છે.

આ વીડિયોને ટ્વિટર પર એક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 6 લાખ ખરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, સાથે જ કોમેન્ટમાં એમ પણ જણાવી રહ્યા છે કે આ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક પણ બની શકે છે. હાલમાં આ વાયરલ વીડિયો પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને હેરાન પણ છે.

Uma Thakor

disabled