લાખો રૂપિયાનો ધુમાડો થોડી જ વારમાં, ગાડી અને અંદર અઢળક ફટાકડા ભરીને ચાંપી દીધી આગ, પછી ગાડીની હાલત જોઈને તમને ગુસ્સો આવશે, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

લાખો રૂપિયાનો ધુમાડો થોડી જ વારમાં, ગાડી અને અંદર અઢળક ફટાકડા ભરીને ચાંપી દીધી આગ, પછી ગાડીની હાલત જોઈને તમને ગુસ્સો આવશે, જુઓ વીડિયો

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાની પણ મજા હોય છે. આ દરમિયાન ફટાકડા ફોડવા માટે કેટલાક લોકોએ એવા એવા કામ કર્યા જેને જેને જોઈને લોકોના દિમાગ પણ ચકરાવે ચઢી ગયા. ઘણા લોકોએ ડબ્બામાં તો ઘણા લોકો પોદળામાં પણ ફટાકડા ફોડ્યા, ત્યારે આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક ભાઈ ગાડીની અંદર ઘણા બધા ફટાકડા ફોડતો જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ જીતુ સેન દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ભાઈ મારુતિ 800 કારની આગળ ઉભો છે અને તેની કારની અંદર અને બહાર અલગ અલગ પ્રકારના ફટાકડા લગાવેલા છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે તે ભાઈના હાથમાં પણ એક મોટો સુતળી બૉમ્બ છે જેના પર VIP પણ લખેલું જોઈ શકાય છે, ધીમે ધીમે તે ભાઈ કાર તરફ આગળ વધે છે અને પછી તેના હાથમાં રહેલો સુતળી બૉમ્બ કારની અંદર નાખે છે અને પછી આખી કાર ભડભડ કરતી સળગતી જોવા મળી રહી છે, કારની ઉપર રોકેટ બાંધેલા છે તે પણ હવામાં ઉડી રહ્યા છે અને જોત જોતામાં જ કાળ આખી જ બળીને રાખ થઇ જાય છે.

હવે લોકોને પણ આ વીડિયોમાં એ જોવાની આતુરતા હતી કે ફટાકડા ફૂટ્યા બાદ ગાડીની શું હાલત થઇ હશે તો વીડિયોમાં ફટાકડા  ફૂટ્યા બાદની કાર પણ જોઈ શકાય છે જેમાં આખી જ કાર બાળીને ખાખ થઇ ગઈ છે. વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે હવે કાર કોઈ કામની નથી રહી. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાખો લોકોએ લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટની અંદર આ ભાઈની આ હરકત વિશે તેને ખરી ખોટી પણ સંભળાવતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jitendra Sen (@jitu_sen_yt)

Uma Thakor

disabled