શું હવે ખરેખર દયાબેનની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં થવા જઇ રહી છે વાપસી ? દયાભાભીએ એવી તસ્વીર મૂકી કે - Chel Chabilo Gujrati

શું હવે ખરેખર દયાબેનની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં થવા જઇ રહી છે વાપસી ? દયાભાભીએ એવી તસ્વીર મૂકી કે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી લોકોનો ફેવરિટ શો બની રહ્યો છે. આ શોમાં દરેક પાત્ર પોતાના મજાકિયા અંદાજ માટે જાણિતુ છે. ખાસ વાત એ છે કે મેકર્સ સમયાંતરે દરેક પાત્ર પર ફોકસ કરે છે. જેઠાલાલ, ભીડે, ડોક્ટર હાથી, ટપ્પુ અને પત્રકાર પોપટલાલ જેવા અનેક પાત્રો છે જેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જો કે આ શોના દર્શકો હજુ પણ દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ પ્રેગ્નન્સી દરમિયાન જ શોને અલવિદા કહી દીધું હતું. આ પછી તેની વાપસીને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરી એકવાર દયાબેન વિશે ચર્ચા શરૂ થઈ છે.

વાસ્તવમાં અભિનેત્રી દિશા વાકાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં શોમાં પાછી જોવાની છે. સામે આવેલી આ તસવીરમાં દયાબેન અને સુંદર હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળે છે. આ તસવીર શેર કરતાં દિશા વાકાણીએ કેપ્શનમાં લખ્યું, ‘હોળી આવી રહી છે…’. તસવીર જોયા બાદ લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.

દિશાને બધા દયાબેનના પાત્રથી ઓળખતા હશે, પરંતુ જણાવી દઇએ કે, તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે અને સિરિયલોમાં પણ કામ કર્યું છે .વર્ષ 1997માં આવેલી ફિલ્મ ‘કમસીન – ધ અનટચેબલ્સ’ નિર્દેશનની પહેલી ફિલ્મ હતી. આમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે હિન્દી બી ગ્રેડની ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિશાએ કોલેજ ગર્લનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2005માં દિશા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘મંગલ પાંડે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશાએ વેશ્યાનો નાનકડો રોલ કર્યો હતો. દિશાએ ‘જોધા અકબર’માં ઐશ્વર્યા રાયની મિત્રની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani)

આ ફિલ્મમાં તેનો એક જ ડાયલોગ હતો, જેના કારણે કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતુ. દયાબેન ઉર્ફે દિશા વાકાણી અનુપમ ખેરની ‘નોટ સો પોપ્યુલર’ ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે વિધવા મહિલાનો રોલ કર્યો હતો. દિશા ટીવીના લોકપ્રિય કોમેડી શો ‘ખિચડી’માં પણ જોવા મળી છે. તમને એ વિચારીને નવાઈ લાગશે કે ‘ખિચડી’માં દિશાનો રોલ શું હતો. તે શોમાં કેમિયો રોલ કરતી જોવા મળી હતી.

Live 247 Media

disabled