‘તારક મહેતા…’ માં પરત ફરશે દયાબેન, પણ આ શરત ચુપચાપ માનવી પડશે - Chel Chabilo Gujrati

‘તારક મહેતા…’ માં પરત ફરશે દયાબેન, પણ આ શરત ચુપચાપ માનવી પડશે

સબ ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘરે-ઘરે લોકપ્રિય છે. આ શોના દરેક પાત્રની પોતાની આગવી ઓળખ છે. તમને જણાવી દઈએ કે આ શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ઘણા સમયથી શોમાંથી ગાયબ છે અને દર્શકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દયાબેનને શોમાં પરત લાવવાની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ દરેક વખતે વાત કોઈને કોઈ મુદ્દા પર અટકી જાય છે. દિશા વાકાણી વર્ષ 2017થી શોમાં જોવા મળી નથી. તે મેટરનીટી લીવ પર ગઈ હતી, પરંતુ હજી સુધી તે શોમાં પાછી આવી નથી. દિશા વાકાણીની ફરી એકવાર શોમાં વાપસીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીએ કમબેક માટે તગડી ફીની માંગણી કરી છે. દિશા વાકાણીએ નિર્માતાઓ પાસે તેમની ફી વધારવાની માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણીએ એપિસોડ દીઠ 1.5 લાખ માંગ્યા છે. તે પણ માત્ર 3 કલાકના શૂટ માટે. દિશા વાકાણીએ નિર્માતાઓ સામે સેટ પર તેના બાળક માટે નર્સરી અને ફુલ ટાઈમ નૈનીની માંગ પણ મૂકી છે. દિશાના કમબેક અને તેની ફી અંગેના આ તમામ દાવાઓમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ કરી શકાતી નથી, હા તે ચોક્કસપણે સાચું છે કે ચાહકો દિશા વાકાણીના પુનરાગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શોમાં દયાબેનને જોવા માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સ પણ ઘણી વખત તેનો સંપર્ક કરી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે તેના પ્રયત્નો વ્યર્થ ગયા. શરૂઆતમાં એવું લાગતું હતું કે તે શોમાં પરત ફરશે, પરંતુ પછી તેણે કેટલીક એવી શરતો મૂકી કે મેકર્સને તેની સાથે સમાધાન કરવું મુશ્કેલ લાગ્યું. જોકે તેમ છતાં તેણે પ્રયાસ છોડ્યો ન હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાના પતિ મયૂર શોના મેકર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા અને તેના પતિ ઈચ્છે છે કે તારક મહેતાના સેટ પર તેમના બાળક માટે પર્સનલ નર્સરી પણ બનાવવામાં આવે. અને એક નૈની પણ તેને પ્રોવાઇડ કરવામાં આવે, જે હંમેશા તેની દીકરીની સાથે રહે. દિશા વાકાણી છેલ્લા ઘણા વર્ષોથી આ શોમાં જોવા મળી નથી અને નિર્માતાઓએ તેના પાત્રને કોઈની સાથે બદલ્યું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દિશા વાકાણીની અભિનય કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

દિશાની ટીવી કારકિર્દી વિશે વાત કરીએ તો, તે 2004માં પહેલીવાર ખીચડીમાં જોવા મળી હતી, જો કે તેને 2008માં શરૂ થયેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ખ્યાતિ મળી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા તેણે ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. આ સિરિયલોમાં દેરાણી-જેઠાણી,લાલી-લીલા, અષાઢ કા એક દિન, બા રીટાયર્ડ, સહિત અનેક સીરિયલોનો સમાવેશ થાય છે.

Live 247 Media

disabled