દયાબેને એક સમયે કર્યો હતો આવો વિચિત્ર ડાંસ, બોલ્ડ અવતાર જોઇ લોકોના ઉડ્યા હોંશ- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

દયાબેને એક સમયે કર્યો હતો આવો વિચિત્ર ડાંસ, બોલ્ડ અવતાર જોઇ લોકોના ઉડ્યા હોંશ- જુઓ વીડિયો

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોનું દરેક પાત્ર દર્શકોને પસંદ છે. શોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પાત્રો શો છોડી જઇ ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા પાત્ર પણ આવ્યા છે. ત્યારે આ શોમાં એક પાત્ર એવું છે જેની દર્શકો છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઇ રહ્યા છે અને તે પાત્ર છે દયાબેનનું, જે અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું છે. દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનીટી લીવ પર ગઇ હતી અને તે બાદ તે હજુ સુધી શોમાં પરત ફરી નથી. જો કે, તેની જગ્યાએ બીજી કોઇ અભિનેત્રીને પણ લેવામાં આવી નથી.

મેકર્સ પણ દિશાની વાપસી પર ઘણીવાર નિવેદન આપી ચૂક્યા છે. દિશા વાકાણી પોતાની ઓફબીટ સ્ટાઈલ માટે ફેમસ છે. આ શોમાં તેણે જેઠાલાલની પત્નીની એટલે કે દયાબેનની ભૂમિકા ભજવી હતી. ત્યારે યૂટયૂબ પર તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા વાકાણીની સ્ટાઈલ જોવા જેવી છે. આ વીડિયોમાં ગરબા ક્વીન તરીકે ફેમસ દિશા વાકાણી માછીમારોનો ડાન્સ કરતી જોવા મળી રહી છે. દિશા વાકાણીનો આ અવતાર કદાચ જ ફેન્સે જોયો હશે.

વીડિયોમાં દિશા વાકાણી ‘દરિયા કિનારે એક બંગલો…’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના ડાંસ મૂવ્સ અને તેની સ્ટાઇલ ઘણી અલગ છે. દિશા વાકાણી બેકલે ચોલીમાં ખૂબ જ સુંદર અને સાથે સાથે બોલ્ડ લાગી રહી છે. વીડિયો પર યુઝર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, જેઠાલાલને શું કહું ? અન્ય યુઝરે લખ્યું, ઓ માં માતાજી… બીજા એક યુઝરે લખ્યું, જેઠાલાલને આવવા દો અને પછી તમારી ફરિયાદ કરું. અન્ય એક યુઝરે લખ્યું, અમે દિશાના આવા વધુ વીડિયો જોવા માંગીએ છીએ.

દિશા વાકાણીનો આ વીડિયો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તારક મહેતામાં દયાબેનના અદ્દભુત અભિનય અને બોલવાની અલગ સ્ટાઇલે તેને ટીવીની કોમેડી ક્વીન બનાવી દીધી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં એક્ટ્રેસ દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે દિશાએ શો છોડી દીધો છે. જો કે ફરી એકવાર તેની એન્ટ્રીના સમાચાર સાંભળ્યા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. જો કે, દિશાની વાપસીના ઘણા સમાચાર આવ્યા પણ હજુ સુધી તે શોમાં પરત ફરી નથી.

જણાવી દઇએ કે, દિશા પંદર વર્ષની ઉંમરથી ગુજરાતી રંગભૂમિમાં કામ કરી રહી છે. હિન્દી ટીવી સિરિયલ ખિચડીમાં તેને કામ કરવાની પહેલી તક મળી. તેણે ‘ફૂલ ઔર આગ (1999), ‘દેવદાસ (2002)’, ‘મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ (2005)’ અને ‘જોધા અકબર (2008)’માં નાના રોલ પણ કર્યા છે. જે બાદ તેને વર્ષ 2008માં TMKOCમાં દયાબેનના પાત્ર માટે પસંદ કરવામાં આવી અને પછી તેનું નસીબ ચમક્યું. જો કે, વર્ષ 2017થી તે ટીવી ઈન્ડસ્ટ્રી અને આ શોથી દૂર છે.

Live 247 Media

disabled