બોલીવુડની નંબર 1 ફટકડી બોયફ્રેન્ડને છોડી આ કોની સાથે નીકળી પડી ? વીડિયો વાયરલ થતા યુઝર્સ પૂછવા લાગ્યા સવાલ - Chel Chabilo Gujrati

બોલીવુડની નંબર 1 ફટકડી બોયફ્રેન્ડને છોડી આ કોની સાથે નીકળી પડી ? વીડિયો વાયરલ થતા યુઝર્સ પૂછવા લાગ્યા સવાલ

ટાઇગરને છોડી બીજા કોઇ સાથે ફરવા નીકળી દિશા પટની, કેમેરો જોતા જ છૂપાવવા લાગી મોં

બોલિવુડ અભિનેત્રી દિશા પટની એક એવી અભિનેત્રી છે જેની ફેન ફોલોઇંગ સમય સાથે ઘણી વધી રહી છે. અભિનેત્રીએ જ્યારથી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો છે ત્યારથી તેનું નામ હંમેશા ટાઇગર શ્રોફ સાથે જોડાતુ રહ્યુ છે.  જો કે, બંનેએ હજી સુધી તેમના રિલેશનને સ્વીકાર્યુ નથી પરંતુ બંને અવાર નવાર સાથે વેકેશન મનાવવા જાય છે અને ઘણીવાર બંનેને એકસાથે સ્પોટ પણ કરવામાં આવે છે.પરંતુ આ વખતે દિશાને ટાઇગર સાથે નહિ પરંતુ બીજા કોઇ સાથે સ્પોટ કરવામાં આવી.

આ દરમિયાન દિશા કેમેરો જોતા જ મોં છુપાવવા લાગી. દિશા પટનીની ખૂબસુરતીની તો દુનિયા દીવાની છે. પરંતુ આ દીવાનોને એ વાતનો અંદાજ છે કે દિશા અને ટાઇગર વચ્ચે કંઇના કંઇક તો છે જ…પરંતુ હાલમાં જ એક અજાણ્યા વ્યક્તિ સાથે દિશાને સ્પોટ કરવામાં આવી. વીડિયોમાં જોઇ શકો છો દિશા પોતાના કોઇ મિત્ર સાથે ઇવનિંગ વોક પર નીકળી છે. તે કેમેરો જોતા જ પોતાનો ચહેરો છૂપાવવા લાગે છે. દિશાના લુકની વાત કરીએ તો, તેણે માથા પર કેપ લગાવેલી છે અને મોં પર માસ્ક કેરી કર્યુ છે.

આ દરમિયાન તેણે વ્હાઇટ ટેંક ટોપ પહેર્યુ છે અના સાથે જ રેડ શોર્ટ્સ ટીમઅપ કર્યા છે. વીડિયોમાં તે તેના કોઇ મિત્ર સાથે જોવા મળી રહી છે. દિશા તસવીરો ક્લિક કરાવવા માંગતી નથી અને આ કારણે તે વારંવાર પોતાનો ચહેરો ઢાંકી રહી છે. જો કે, કેટલાક યુઝર્સે વીડિયો જોયા બાદ દિશાને ટ્રોલ કરી હતી. કેટલાક લોકો જાણવા માંગે છે કે આખરે દિશા ચહેરો કેમ છૂપાવી રહી છે. દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મોહિત સૂરીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અભિનેત્રી સાથે અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર તેમજ રિતેશ દેશમુખમી ફિલ્મ એક વિલનની સીક્વલ છે. આ ફિલ્મ ઉપરાંત દિશા ‘યોદ્ધા’ને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ સાથે જોવા મળવાની છે.

Live 247 Media

disabled