સ્પેન વેકેશનનો વીડિયો જોઇ દિશા પટનીના ચાહકો થયા ગાંડા, એવા એવા કપડામાં ટ્રિપની ઝલક શેર કરી કે ચાહકો અધીરા બની ગયા - Chel Chabilo Gujrati

સ્પેન વેકેશનનો વીડિયો જોઇ દિશા પટનીના ચાહકો થયા ગાંડા, એવા એવા કપડામાં ટ્રિપની ઝલક શેર કરી કે ચાહકો અધીરા બની ગયા

દિશા પટની બોલીવુડની સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેના દરેક લુક પર ચાહકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જ્યારે દિશા ‘એક વિલન રિટર્ન્સ’ના ટ્રેલર લૉન્ચમાં પહોંચી હતી ત્યારે લોકો તેને જોઈને જ રહી ગયા હતા. દિશા ઢીંગલી જેવી લાગી રહી હતી. દિશાના ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દિશા પટનીએ કેટલાક સમય પહેલા જ પોતાના વેકેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તે સ્પેનમાં ફરતી જોવા મળી હતી.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દિશાએ તેની ટ્રિપને ખૂબ એન્જોય કરી છે. આ વીડિયોમાં દિશા ખૂબ જ સુંદર પણ લાગી રહી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થયો હતો. આ વીડિયમાં તે પોતાની હોટનેસની ઝલક બતાવતી જોવા મળી રહી છે. દિશાએ આ વીડિયોમાં તેના ઘણા હોટ લુક્સ શેર કર્યા છે.વીડિયોમાં દિશાએ એવા બોલ્ડ લુક આપ્યા છે કે ચાહકો નશામાં ધૂત થઇ રહ્યા છે.

શોર્ટ ડ્રેસથી લઈને ડીપ નેક આઉટફિટ્સ સુધી, દિશાએ દરેક લુકમાં તબાહી મચાવી રહી છે. દિશા પટનીના આ વિડિયોમાં તે ગુલાબ લઈને જતી જોવા મળી રહી છે. દિશાનો આ વીડિયો જોઈને ફેન્સ કોમેન્ટ બોક્સમાં કમેન્ટોનો વરસાદ કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દિશા પટનીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ 29 જુલાઈના રોજ જ રીલિઝ થઇ છે.

આ ફિલ્મ 2014માં આવેલી ફિલ્મ ‘એક વિલન’નો બીજો ભાગ છે.આ ફિલ્મને મોહિત સૂરીએ ડિરેક્ટ કરી છે.’એક વિલન રિટર્ન્સ’માં દિશા પટણી ઉપરાંત જોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘યોદ્ધા’માં પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Live 247 Media

disabled