"તારક મહેતા"ના જેઠાલાલ એટલે કે દીલિપ જોશીની દીકરી નિયતિના સફેદ વાળ જોઇ ચોંકી ગયા ચાહકો, કોન્ફિડન્સની થઇ જોરદાર પ્રશંસા - Chel Chabilo Gujrati

“તારક મહેતા”ના જેઠાલાલ એટલે કે દીલિપ જોશીની દીકરી નિયતિના સફેદ વાળ જોઇ ચોંકી ગયા ચાહકો, કોન્ફિડન્સની થઇ જોરદાર પ્રશંસા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર નિભાવી ફેમસ થઇ ચૂકેલા અભિનેતા દિલીપ જોશીએ હાલમાં જ તેમની દીકરી નિયતિના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. નિયતિના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહ્યા હતા અને તેને લોકોએ ઘણો પ્રેમ પણ આપ્યો હતો. આ બધી તસવીરોમાં એવું હતુ કે જે જોઇ ચાહકો ચોંકી ગયા હતા અને એ હતા નિયતિના સફેદ વાળ. નિયતિના વાળે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેને જોઈને કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તો કેટલાક તેના વખાણ કરી રહ્યા હતા.

દિલીપ જોશીએ તસવીરો પોસ્ટ કરીને દીકરી માટે લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જમાઈ તરીકે મળેલા પુત્ર યશોવર્ધનનું પણ સ્વાગત કર્યુ હતુ. નિયતિ દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ‘તારક મહેતા’ના જેઠાલાલના ફેમિલી ફોટોઝ ફેન્સનું દિલ જીતી રહ્યા છે. તસવીરોમાં દિલીપ જોશીની દીકરી નિયતિની સુંદરતાના પણ વખાણ થઈ રહ્યા છે, સાથે જ તેના વાળના રંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. નિયતિના કાળા અને સફેદ વાળ જોઈને દિલીપ જોશીના ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા.

કેટલાક લોકોએ ઈન્સ્ટાગ્રામ પર આ બાબતે સવાલો પૂછ્યા હતા તો કેટલાકે નિયતિની ઉંમર શોધવાનું શરૂ કર્યું. દિલીપ જોશીની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી, સર આ રીતે હેર કલર કર્યા છે ? એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ, મેં તેને જોઈ ત્યારથી હું પણ વિચારી રહ્યો છું. એક યુઝરે લખ્યું , હા દીકરા અને દીકરી બંનેના વાળ સફેદ છે. કોઈએ એવું પણ લખ્યું છે કે નિયતિએ રંગ જમાવી દીધો. અને ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે.

એક યુઝરે લખ્યું છે કે, આ સારી વાત છે કે તેઓ તેમના કુદરતી વાળને સ્વીકારી રહ્યા છે, આ કોન્ફીડન્સ બહુ ઓછા લોકોને હોય છે. બીજાએ વખાણ કરતા લખ્યું કે તે ખુશ છે કે તે સફેદ વાળમાં છે, લોકો લીલા, લાલ અને વાદળી રંગ મેળવીને પોતાને કૂલ માને છે. દિલીપ જોશીની 27 વર્ષની પુત્રી નિયતિના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થયા છે. યશોવર્ધનના પિતા અશોક મિશ્રા જાણીતા લેખક છે. નિયતિ અને યશે 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં લગ્ન કર્યા હતા.

નિયતિએ લગ્નમાં બનારસી સિલ્કની સાડી પહેરી હતી. તે પરંપરાગત ભારતીય દેખાવમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેમનો આખો પરિવાર કલર કો-ઓર્ડિનેટેડ હતો. નિયતિના દુલ્હન લુકને ખૂબ વખાણ મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સફેદ વાળ સાથે તેણે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. નિયતિ ખૂબ જ પ્રતિભાશાળી છે. તેણે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન, લંડનથી પબ્લિશિંગમાં માસ્ટર્સ ડિગ્રી અને અંગ્રેજી ભાષા અને સાહિત્ય (મુંબઈ)માં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

દિલીપ જોશી દ્વારા સોશિયલ મીડિયામાં દીકરીના લગ્નની તસવીરો શેર કરી છે જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. લગ્નના જોડામાં દીકરીને જોઈને જેઠલાલ અને તેમની પત્નીની આંખો હર્ષથી છલકાઈ ઉઠી છે, તો જેઠાલાલની પત્ની પણ દીકરીને લગ્નના જોડામાં જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગઈ હતી.

એક તસ્વીરની અંદર દીકરી નિયતિ તેના પતિ યશોવર્ધન સાથે મંડપમાં બેઠેલી જોવા મળી રહી છે, આ દરમિયાન આ કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું છે, અને બંનેના ચહેરા ઉપર રોનક પણ જોવા મળી રહી છે. તો અન્ય એક તસ્વીરમાં દીકરીને લગ્નના જોડામાં જોઈને જેઠાલાલની પત્ની આશ્ચર્યમાં પડતી જોવા મળી રહી છે. તો બીજી એક તસ્વીરમાં જેટલાલ દીકરીના ચહેરા ઉપર હાથ મૂકી અને એક પિતા તરીકે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

જેઠાલાલ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરોમાં જેઠાલાલના પરિવારજનો નિયતિને લગ્ન મંડપમાં લઇ જતા જોવા મળી રહ્યા છે, આ દરમિયાન પણ સૌ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો અન્ય એક તસ્વીરમાં બંને પરિવાર લગ્ન મંડપમાં ઉભો છે અને નિયતિ અને યશોવર્ધન પણ સાથે જોવા મળી રહ્યા છે. ચાહકોને આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.નિયતિના લગ્ન યશોવર્ધન સાથે થયા છે.નિયતિ અને યશોવર્ધનની વાત કરીએ તો, તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. નિયતિ અને યશોવર્ધનના પ્રેમને બંનેના પરિવારજનોએ પણ સ્વીકાર્યો અને લગ્ન માટે મંજૂરી પણ આપી હતી, પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા, હવે જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે નિયતિ અને યશોવર્ધન લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

જેઠાલાલની દીકરીનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ હોટલમાં યોજવામાં આવ્યુ હતુ, જેમાં તારક મહેતાની સ્ટારકાસ્ટે ધૂમ મચાવી હતી.  આ ઉપરાંત ટીવી અને થિયેટર ઇન્ડસ્ટ્રીના પણ ઘણા કલાકારો હાજર રહ્યા હતા. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશી અને જમાઇ યશોવર્ધનના રિસેપ્શનમાં સુનૈના ફોજદાર, પલક સિધવાણી, સમય શાહ, કુશ શાહ, પ્રિયા આહુજા, માલવ રાજદા, અમિત ભટ્ટ, સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી.

નિયતિના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં સંગીત સેરેમનીના વીડિયોમાં જેઠાલાલ ઢોલના તાલ ઉપર ડાન્સ ફ્લોર ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.દિલીપ જોશી ભૂરા રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં દિલીપ જોશી દાંડિયા અને ગરબાની ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.

મહેંદી તથા સંગીત અને હલ્દી સેરેમનીમાં  પણ નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં હાજર રહ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા. સંગીત સેરેમનીમાં નિયતિ જોષીએ પિતા દિલીપ જોષી સાથે ગરબા રમ્યા હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા.

Live 247 Media

disabled