મનોરંજન જગતમાંથી આવ્યા વધુ દુખદ સમાચાર, રણવીર સિંહની "ગલીબોય"ના આ સ્ટારનું થયુ નિધન - Chel Chabilo Gujrati

મનોરંજન જગતમાંથી આવ્યા વધુ દુખદ સમાચાર, રણવીર સિંહની “ગલીબોય”ના આ સ્ટારનું થયુ નિધન

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી અનેક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ખરાબ સમાચાર બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી હાલ સામે આવ્યા છે. ગલી બોય ફેમ રેપર ધર્મેશ પરમાર ઉર્ફે એમસી ટોડ ફોડનું નિધન થયું છે. ધર્મેશના નિધનની જાણકારી તેના બેન્ડ ‘સ્વદેશી મૂવમેન્ટ’ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. ધર્મેશનું મોત ક્યા કારણે થયું, આ માહિતી હજુ સામે આવી નથી. ધર્મેશ એક લોકપ્રિય સ્ટ્રીટ રેપર હતા જેઓ તેમના ગુજરાતી ગીતો માટે જાણીતા છે. તેઓ એમસી તોડફોડ તરીકે પ્રખ્યાત હતા. તેણે રણવીર સિંહ, સિદ્ધાંત ચતુર્વેદી અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ગલી બોયમાં તેના એક સાઉન્ડટ્રેક ઈન્ડિયા 91 સાથે પણ બોલિવૂડમાં સ્થાન બનાવ્યું.

રેપરે માત્ર 24 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહ્યું. રેપરના ચાહકો આટલી નાની ઉંમરે તેમના આકસ્મિક અવસાનના સમાચારથી શોકમાં છે. ચાહકો માની શકતા નથી કે ધર્મેશ પરમાર હવે આ દુનિયામાં નથી. અભિનેતા રણવીર સિંહ, સિદ્ધાંત ચતુર્વેદી, ઝોયા અખ્તરે પણ ધર્મેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ધર્મેશના બેન્ડ સ્વદેશી મૂવમેન્ટે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- ‘આ એ જ રાત છે જ્યારે @todfod સ્વદેશી મેળામાં તેનું છેલ્લું ગીગ પરફોર્મ કર્યું હતું. લાઇવ મ્યુઝિક વગાડવાનો તેમનો જુસ્સો જોવા માટે તમારે ત્યાં હોવું જોઈએ. તમને ક્યારેય ભૂલી શકાય નહીં, તમે તમારા સંગીત દ્વારા હંમેશા જીવંત રહેશો. … આ રીતે જીવો… શું મેં અહીંથી શરૂઆત કરી હતી- તોડફોડ.’.

તમને જણાવી દઈએ કે ધર્મેશ મુંબઈના સ્ટ્રીટ રેપર્સ સમુદાયના જાણીતા નામોમાંથી એક હતો. કેટલાક રીપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેશને કાર અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. રણવીર સિંહે તેની ઈન્સ્ટા સ્ટોરી પર ફોટો શેર કરીને એમસીને શ્રદ્ધાંજલિ આપી હતી. રણવીર સિંહની સાથે સિદ્ધાંત ચતુર્વેદીએ પણ ધર્મેશ ઉર્ફે એમસીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ઉપરાંત રેપર રફ્તારે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે સોમવારે રેપરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ધર્મેશ પરમારનું આલ્બમ ‘ટ્રુથ એન્ડ બાસ’ આ મહિનાની 8મી તારીખે રિલીઝ થયું હતું, જેને તેના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. ધર્મેશ પરમારે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણા આંતરરાષ્ટ્રીય સિંગિંગ પર્ફોર્મન્સ પણ આપ્યા અને ઘણી પ્રશંસા મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Zoya Akhtar (@zoieakhtar)

ઝોયા અખ્તરની ગલી બોયનો ભાગ બન્યા પછી 2019માં ધર્મેશ ઉર્ફે એમસી તોડ-ફોડની લોકપ્રિયતામાં વધુ વધારો થયો. ધર્મેશ રાજીવ દીક્ષિતને પોતાનો આદર્શ માનતો હતો અને તેમની વાત સાંભળીને તેણે ‘સ્વદેશી’ બેન્ડની શરૂઆત કરી હતી.

Live 247 Media

disabled