ટીવીમાં ભલે ખુબ સંસ્કાર દેખાતા હોય પણ અસલ જીવનમાં ખુબ જ ગ્લેમર છે સીધી સાદી ગોપી વહુ, જુઓ તસવીરો
ટીવીની જાણીતી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનો કિરદાર નિભાવિને ઘરે ઘરે ફેમસ બની ગઈ હતી.શોમાં દેવોલિના સીધી સાદી અને માસુમ વહુના રોલમાં જોવા મળી હતી. દેવોલિનાનો આ શો ખુબ હિટ રહ્યો હતો.શોમાં સાસુ-વહુની જોડીને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી.શોમાં સિમ્પલ સાડી પહેરેલી ગોપી વહુ અસલ જીવનમાં એકદમ હોટ અને ગ્લેમરસ છે.દેવોલિના સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
બિગ બોસમાં તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું.બિગ બોસમાં દેવોલિના અને રશ્મિ દેસાઈ વચ્ચે ખુબ ગાઢ મિત્રતા બની ગઈ હતી.જો કે સ્વાસ્થ્ય ખરાબ થવાને લીધે દેવોલિનાને શોમાંથી બહાર જવું પડ્યું હતું.બિગ બોસ દ્વારા તેને ખુબ લોકપ્રિયતા મળી હતી. બિગ બોસ દ્વારા તે પોતાની વહુ તરીકેની ઇમેજ તોડવામાં કામિયાબ રહી હતી એને વહુમાંથી બેબ્સ કહેવા લાગી હતી.
View this post on Instagram
દેવોલિના સર્ટિફાઈડ સ્કૂબા ડ્રાઇવર પણ છે અને તે એક સિંગર પણ છે. દેવોલિના જવેલરી ડિઝાઈનરના રૂપમાં પણ કામ કરી ચુકી છે અને તે એક ભારતનાટ્યમ ડાન્સર પણ છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ-2 દ્વારા તે લોકોની નજરોમાં આવી હતી. દેવોલિનાએ વર્ષ 2011માં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તેનો પહેલો શો એનડીટીવી ઈમેજીન પર પ્રસારિત ‘સવારે સબકે સપને પ્રિતો’ હતો.
View this post on Instagram
શોમાં દેવોલિનાએ બાનીનો કિરદાર નિભાવ્યો હતો. સાથ નિભાના સાથિયામાં પહેલા અભિનેત્રી જીયા માનેક ગોપી વહુના કિરદારમાં હતી, જેના પછી દેવોલિનાએ આ કિરદાર નિભાવ્યો અને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. દેવોલિના ‘સાથ નિભાના સાથિયા’ સિવાય ડાન્સ ઇન્ડિયા-2 પ્રિતો અને બોક્સ ક્રિકેટ લીગ જેવા ટીવી શી સાથે જોડાયેલી હતી. દર્શકોને આ બધા શો પણ ઘણા પસંદ આવ્યા હતા. છેલ્લે તે લાલ ઇશ્ક્માં જોવા મળી હતી.
View this post on Instagram
દેવોલિના ભટ્ટાચારજીએ તેની કારકિર્દીની શરૂઆત ટીવી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ થી કરી હતી. તે એક સ્પર્ધક તરીકે શોનો ભાગ બની હતી. તે સમય દરમિયાન દેવોલિના ખૂબ જ નાની હતી. દેવોલિના સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. સીરિયલમાં સીધી સાદી દેખાતી દેવોલિના અસલ જીવનમાં એકદમ ગ્લેમર અને આકર્ષક છે, તેનો અંદાજો તેનું ઇન્સ્ટા એકાઉન્ટ જોઈને લગાવી શકાય છે. ટ્રેડિશનલ હોય કે પછી વેસ્ટર્ન લુક હોય દરેક અવતારમાં તે ખુબ જ સુંદર લાગે છે.
View this post on Instagram
દેવોલિના બિકી પહેરેલી તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે અને તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. દેવોલિનાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર નવાર વેકેશન પર જતી રહે છે. અમુક તસવીરોમાં દેવોલિના બિકી પહેરીને પુલના કિનારે મસ્તી કરતી પણ દેખાઈ રહી છે. દેવોલિનાનો દરેક અંદાજ ચાહકો ખુબ પસંદ કરે છે.