ગુસ્સામાં લાલ પીળી થઇ ગઈ મેટ્રોમાં બિકીની પહેરીને ફરનારી યુવતી, કપડાં પર કોમેન્ટ કરનારા લોકોને કહ્યું, "મોઢું જોયું છે અરીસામાં...?" જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

ગુસ્સામાં લાલ પીળી થઇ ગઈ મેટ્રોમાં બિકીની પહેરીને ફરનારી યુવતી, કપડાં પર કોમેન્ટ કરનારા લોકોને કહ્યું, “મોઢું જોયું છે અરીસામાં…?” જુઓ વીડિયો

“તમે મારા કપડાં પર કોમેન્ટ કરવા વાળા છો કોણ ? હું તમારા કરતા 1000 ઘણા સારી છું..” મેટ્રોમાં અંગ પ્રદર્શન કરનારી યુવતી ભડકી.. જુઓ વીડિયોમાં શું કહ્યું ?

આજકાલ  મેટ્રોની અંદર વીડિયો બનાવીને વાયરલ કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. કોઈ મેટ્રોમાં પોતાના ટેલેન્ટથી લોકોને પ્રભાવિત કરે છે તો કોઈ અંગ પ્રદર્શન કરીને લોકોને આકર્ષિત કરતા જોવા મળે છે. આવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. ત્યારે થોડા દિવસ પહેલા જ દિલ્હી મેટ્રોમાં બિકી પહેરીને ફેમસ થયેલી યુવતીએ એક વીડિયો જાહેર કર્યો છે.

તેના આ વીડિયોમાં તે તેના કપડા પર ટિપ્પણી કરનારાઓ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. આ છોકરી છે 19 વર્ષની રિધમ ચન્ના. તે વાયરલ થયા બાદ તેને મળેલી પ્રસિદ્ધિને સંભાળી શકતી નથી. તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે લોકો કપડાને લઈને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ દરમિયાન યુવતીએ વીડિયો જાહેર કરીને આવા લોકોને જવાબ આપ્યો છે.

તેના વીડિયોમાં તે કહે છે કે, ‘મારા કપડા પર ટિપ્પણી કરનાર તમે કોણ છો? હા. તમે કોણ છો? તમારું મોઢું જોયું છે ?  હું જે પણ છું, તે  તમારા કરતા 1000  ઘણી સારી છું. રિધમનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  ઘણા લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘કહો કોણ કપડા પર કોમેન્ટ કરી રહ્યું છે, કારણ કે અમે કપડાં જોઈ શકતા નથી.’ અન્ય યુઝરે કહ્યું, ‘તમે પહેલા તમારો ચહેરો કેમ નથી જોતા? 200 કિલો મેક-અપ અને નગ્નતા આવે છે. લાજ શરમ કશું નથી’

અન્ય એક યુઝરે કહ્યું, ‘સબધા મળીને પૈસા ભેગા કરો અને આને કપડાં આપવો.. તો એક યુઝરે કહ્યું, ‘કોઈ કરતાં 1000 ગણું સારું ક્યાંથી છે? તેણીએ કપડાં પણ નહોતા પહેર્યા, શું ટિપ્પણી કરવી,થોડો મેકઅપ કરવાનું પણ શીખી લેતી. આટલો ખરાબ મેક-અપ, તે એકદમ રોડ સાઈડ દેખાઈ રહી છે. અન્ય યુઝરે કહ્યું, ‘દીદી, તમે ચહેરો જોયો છે? એવું લાગે છે કે તમે જોવાનું ભૂલી ગયા છો. તેથી જ તેણે આવો શોડી મેક-અપ કર્યો છે.

Uma Thakor

disabled