હરણને તરસ લાગતા જ ડરતા ડરતા પાણી પીવા માટે ગયું, પરંતુ અંદર ઘાત લગાવીને બેઠો હતો મગર, પછી જીવ બચાવવા માટે હરણે કર્યું એવું કે...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

હરણને તરસ લાગતા જ ડરતા ડરતા પાણી પીવા માટે ગયું, પરંતુ અંદર ઘાત લગાવીને બેઠો હતો મગર, પછી જીવ બચાવવા માટે હરણે કર્યું એવું કે…જુઓ વીડિયો

તરસ્યું થયેલું હરણ પાણી પીતું હતું ત્યારે જ પાણીમાંથી મગર તેનો શિકાર કરવા બહાર નીકળ્યો, વીડિયો તમારા પણ રૂંવાડા ઉભા કરી દેશે…

જંગલમાં નાના પ્રાણીઓનો શિકાર હંમેશા મોટા પ્રાણીઓ કરતા હોય છે, તેમાં પણ હરણ જેવા પ્રાણીઓના જીવન પર ખતરો હંમેશા જોવા મળતો હોય છે. જંગલનો રાજ સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ હંમેશા હરણનો શિકાર કરતા જોવા મળે છે, તો પાણીનો રાજા મગર પણ પાણીમાં બેઠો બેઠો પણ ઘણીવાર કિનારે આવેલા પ્રાણીઓના શિકાર કરતો હોય છે.

તમે ઘણા પ્રાણીઓનો આ રીતે શિકાર થતાં જોયો હશે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક શિકારનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મગર પાણીમાં શિકારની ઘાત લગાવીને બેઠો છે અને ત્યારે જ એક તરસ્યું થયેલું હરણ ત્યાં પાણી પીવા માટે આવે છે, પરંતુ પછી જે થાય છે તે ખુબ જ હેરાન કરી દેનારું છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક હરણ નદી કે તળાવ જેવા દેખાતા કિનારે ડરતું ડરતું પાણી પીવા માટે આવે છે, તેની નજર પણ આમ તેમ ફર્યા કરે છે અને તે પાણી પી રહ્યું છે, પરંતુ તે એ વાતથી અજાણ છે કે નદીની અંદર એક મગર તેના શિકાર માટે ઘાત લગાવીને બઠો છે, પરંતુ હરણ ખુબ જ ચાલાક દેખાઈ રહ્યું છે અને પોતાના પર આવી રહેલા ખતરા પહેલા જ સાવચેત છે.

મગર જેવો જ પાણીમાંથી હરણ તરફ તરફ તરાપ મારવા માટે જાય છે કે હરણ કૂદકો મારીને ત્યાંથી દૂર ભાગ્યું જાય છે. હરણની ચાલાકી જ તેનો જીવ બચાવી દે છે. આ ઘટના ત્યાં પાસે રાખેલા કોઈ કેમેરામાં કેદ થઇ જાય છે અને પછી તેનો વીડિયો પોસ્ટ કરતા જ તે વાયરલ પણ થઇ જાય છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને હેરાન રહી ગયા છે ઘણા લોકો વીડિયોમાં હરણની ચપળતાના વખાણ પણ કરી રહ્યા છે.

Uma Thakor

disabled