વિચિત્ર ડ્રેસમાં મિત્રો સાથે ડિનર કરવા પહોંચી દીપિકા પાદુકોણ, યુઝર્સ બોલ્યા નશો કરીને આવી છો? આંખો તો જો તારી
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની ફેશન અને સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી હંમેશા એવા આઉટફિટ્સ પહેરે છે જે ફેશનની દુનિયામાં છવાઇ જાય છે. એવામાં હાલમાં જ એકાદ દિવસ પહેલા અભિનેત્રી રાત્રે તેની મિત્રો સાથે ડિનર ડેટ પર ગઇ હતી. આ દરમિયાન તેણે જે આઉટફિટ પહેર્યો હતો તે ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. સોમવારે રાત્રે મુંબઇના એક રેસ્ટોરન્ટ બહાર ગહેરાઇયાં ફેમ અભિનેત્રી દીપિકા પાદુકોણને સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ એક બ્લેક કલરનો સાટિન સ્લિપ ડ્રેસ અને ક્રિશ્ચિયન લુબોટિન પંપને પસંદ કર્યો.
અભિનેત્રીનો સિંપલ સ્ટાઇલિંગ આઉટફિટ બધી બાજુ છવાઇ ગયો હતો. દીપિકાએ મિત્રો સાથે મસ્તી કરવા માટે સિંપલ પણ ખૂબ જ સ્ટાઇલિશ સાટિન સ્લિપ ડ્રેસ પહેર્યો હતો. જે કટ-સ્લીવ્ડ તેમજ વી ડીપ નેકલાઇનનો હતો. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે હાઇ હીલ્સ પણ પહેરી હતી, દીપિકાએ મેટાલિક હૂપ ઇયરિંગ્સ અને એજી બ્લેક ક્રિશ્ચિયન લુબાઉટિન પમ્પ્સ સાથે ડ્રેસને મેચ કર્યો હતો.
આ સાથે અભિનેત્રીએ ખુલ્લા વાળ રાખ્યા હતા અને મિનિમલ મેકઅપ કર્યો હતો. દીપિકા પાદુકોણ આ દિવસોમાં મીડિયામાં ઘણી ચર્ચામાં છે. ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘ગહેરાઇયાં’ રીલિઝ થવા જઈ રહી છે. દીપિકા આ ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. ભલે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ તેમ છતાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે.
View this post on Instagram
ઘણા સમય પછી પણ દીપિકા પાદુકોણ એકદમ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે. દીપિકા તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અભિનેત્રીનું પ્રમોશન પણ તેના રોલની જેમ જ કરવામાં આવે છે. ગહેરાઇયાં ફિલ્મમાં દીપિકા ખૂબ જ બોલ્ડ પાત્રમાં હોવાથી ફિલ્મના પ્રમોશનમાં પણ તેની સ્ટાઈલ જોવા જેવી હોય છે.
View this post on Instagram
સોમવારે દીપિકા પાદુકોણ પ્રખ્યાત સેલિબ્રિટી રેસ્ટોરન્ટ મિઝુમાં પહોંચી હતી. જ્યાં તેની શાનદાર સ્ટાઈલ જોવા મળી હતી.દીપિકા પાદુકોણનો ફેવરિટ કલર બ્લેક છે અને તે ફરીથી આ રંગમાં જોવા મળી ત્યારે તેની સ્ટાઈલથી બધા પ્રભાવિત થયા હતા.દીપિકા પાદુકોણ મેક્સી ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણની ફિલ્મ 11 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
View this post on Instagram
દીપિકા ઉપરાંત આ ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સંબંધોની પરસ્પર મૂંઝવણ પર આધારિત છે.