દીપિકા પાદુકોણે ગહેરાઇયાંના પ્રમોશનમાં પહેરી લીધો એવો ડ્રેસ કે ચારેકોર થઇ રહી છે ચર્ચા- જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

દીપિકા પાદુકોણે ગહેરાઇયાંના પ્રમોશનમાં પહેરી લીધો એવો ડ્રેસ કે ચારેકોર થઇ રહી છે ચર્ચા- જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગેહરાઇયાં’ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ OTT પર રિલીઝ થઈ રહી છે. દીપિકા પાદુકોણ સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. શકુન બત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા જોવા મળશે. આ દિવસોમાં દીપિકા અને અનન્યા ફિલ્મના પ્રમોશનમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. ગેહરાઇયાંને પ્રમોટ કરી રહેલી દીપિકા પાદુકોણને તેના નવા ડ્રેસને કારણે ટ્રોલીંગનો શિકાર બનવું પડ્યું છે. આ દિવસોમાં દીપિકા પાદુકોણ બાકીની સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ત્યારે ગઇકાલે એટલે કે મંગળવારના રોજ દીપિકા પાદુકોણ ફરી એકવાર પ્રમોશન માટે એવો ડ્રેસ પહેરીને નીકળી હતી કે હવે સોશિયલ મીડિયા પર માત્ર તેના ડ્રેસની જ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, દીપિકા પાદુકોણે આ ફિલ્મના પ્રમોશન માટે સ્વિમસૂટ ડિઝાઇનનો બોડી સૂટ અને ડેનિમ જોગર્સ પહેર્યા હતા. આ લુકને લઇને લોકો દીપિકા પાદુકોણને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે દીપિકા પાદુકોણની ડ્રેસિંગ સેન્સ સમયની સાથે બગડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y F A M S (@filmyfams)

એક યુઝરે તેને થર્ડ ક્લાસ પણ કહી દીધુ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘દીપિકાને આ બિકી ડ્રેસ કોણે આપ્યો છે?’ તો બીજી તરફ સેલેબ્સની બગડતી સ્ટાઈલ પર એક વ્યક્તિએ કટાક્ષ કર્યો. આ વ્યક્તિએ લખ્યું કે, ‘મને સમજાતું નથી કે આ દિવસોમાં સેલેબ્સની ડ્રેસિંગ સેન્સને શું થઈ ગયું છે ?’ એક અન્ય યુઝરે લખ્યું કે, ‘દીપિકાએ હવે ઉર્ફી સાથે મિત્રતા કરી છે ?’

 

View this post on Instagram

 

A post shared by @telugu__actres

દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો આવ્યો છે, જેના પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે દીપિકા પાસેથી આ પ્રકારના ડ્રેસની અપેક્ષા નહોતી. અન્ય એક યુઝરે લખ્યું કે સ્વિમસૂટ પહેરવાની વધુ સારી રીતો છે. આ ખૂબ જ ખરાબ છે.

ફિલ્મની વાત કરીએ તો, તેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણના ઘણા હોટ સીન્સ છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી અદ્ભુત લાગી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ તેમની કેમેસ્ટ્રી લોકોને આકર્ષતી જોવા મળે છે. ફિલ્મમાં ધૈર્ય કારવાં દીપિકાના પાર્ટનર તરીકે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ડ્રેસિંગ સેન્સની વાત કરીએ તો દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ હંમેશા ટ્રોલના નિશાના પર રહે છે. રણવીર સિંહની અસામાન્ય સ્ટાઈલ જોઈને લોકો ઘણા મીમ્સ પણ બનાવે છે. રણવીર સિંહના કારણે ઘણી વખત લોકો દીપિકા પાદુકોણને પણ લપેટમાં લેતા હોય છે, પરંતુ હવે લાંબા સમય બાદ દીપિકા પાદુકોણ પોતાના ડ્રેસને કારણે ટ્રોલ થઈ છે.

Live 247 Media

disabled