‘તારક મહેતા’ની દયાભાભી છે ખૂબ જ અમીર, મોંઘી કારની શોખીન દિશા વાકાણીની છે કરોડોમાં સંપત્તિ - Chel Chabilo Gujrati

‘તારક મહેતા’ની દયાભાભી છે ખૂબ જ અમીર, મોંઘી કારની શોખીન દિશા વાકાણીની છે કરોડોમાં સંપત્તિ

ખૂબ જ અમીર છે તારક મહેતા ની ‘દયા’, કરોડોમાં છે સંપત્તિ, મોંઘી કારના શોખીન

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની વાત કરીએ તો, વર્ષ 2008થી આ શો પ્રસારિત થઇ રહ્યો છે. આમ તો આ શોના બધા પાત્રો લોકપ્રિય છે પરંતુ શોમાં સૌથી વધુ લોકપ્રિય પાત્ર જેઠાલાલ અને દયાબેનનું છે. ત્યારે આજે અમે તમારી સમક્ષ દયાબેનની વાત કરવા જઇ રહ્યા છે. જે હવે આ સીરિયલનો ભાગ નથી. પરંતુ તેમની લોકપ્રિયતા આજે પણ ચાહકોમાં અકબંધ છે. દયાબેનનો રોલ અભિનેત્રી દિશા વકાણી શોની શરૂઆતની ભજવી રહી હતી, જે વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગઇ હતી પરંતુ તે બાદ તે શોમાં પરત આવી ન હતી.

જાણવા મળી રહ્યું છે કે સીરિયલના મેકર્સ દ્વારા અનેક વખત દિશાને અપ્રોચ કરવામાં આવ્યો છે. જો કે, અભિનેત્રી તરફથી હજુ વધુ રસ દાખવવામાં આવ્યો નથી. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સીરિયલના મેકર્સે તો એટલે સુધી કહી દીધું છે કે જો દિશા આ સીરિયલમાં વાપસી કરવા માંગતી નહીં હોય તો આ સીરિયલમાં નવી દયા બેનની સાથે આગળ વધશે. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સીરિયલના મેકર્સને અત્યાર સુધી દિશા વાકાણીના રિપ્લેસમેન્ટ મળી શક્યું નથી.

પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી દરેક ઘરમાં ફેમસ બનેલી દિશા એક મજબૂત નેટવર્થની માલિક છે. મીડિયા અહેવાલ અનુસાર, દિશાની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે. તેમાં ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ અન્ય તમામ સ્ત્રોતોમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે. હાલમાં જ બોલિવુડ લાઇફ ડોટકોમે દિશા વાકાણીની પોતાની કુલ સંપત્તિનો ખુલાસો કરતા જણાવ્યું કે, તેમની નેટવર્થ કરોડોમાં છે. કારણ કે તેમને શો વચ્ચે ખૂબ જ ભારે ફી આપવામાં આવી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે દિશા વાકાણીને પ્રતિ એપિસોડ 1થી 1.5 લાખ, અને વર્ષ 2017 માં આશરે રૂ. 20 લાખ પ્રતિ માસ મળતા હતા. ટીવી દર્શકોની વચ્ચે દિશાની લોકપ્રિયતાએ તેણીની ટીવી જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં મદદ કરી. આજની તારીખમાં અભિનેત્રીની કુલ સંપત્તિ $5 મિલિયન એટલે કે 37 કરોડ રૂપિયા છે. તે BMW પ્રીમિયમ ઓટોમોબાઈલ જેવી મોંઘી કારની માલિક છે.

દિશા વાકાણી એક એક્ટિંગ ગ્રેજ્યુએટ અને થિયેટર આર્ટિસ્ટ છે, તેણે વર્ષ 2015માં મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા અને નવેમ્બર 2017માં તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ઘણી ફિલ્મોમાં પણ નજરે પડી ચૂકી છે, જેમાં દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી 2050 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Live 247 Media

disabled