નોરા ફતેહીના એવા સિક્રેટ્સ જે તમે ભાગ્યે જ જાણતા હશો - Chel Chabilo Gujrati

નોરા ફતેહીના એવા સિક્રેટ્સ જે તમે ભાગ્યે જ જાણતા હશો

નોરા ફતેહીના કાળા સિક્રેટ્સ એકલા માં જ વાંચજો નહિ તો શરમથી લાલ લાલ થઇ જશો

નોરા ફતેહીમો જન્મ કેનેડામાં થયો હતો. તે મૂળ રૂપથી કેનેડિયન મોડલ અને અભિનેત્રી છે. નોરા ભારત સાથે પણ સંબંધ ધરાવે છે. તેમની માતા ભારતીય મૂળના છે. નોરાએ તેનો સ્કૂલનો અભ્યાસ ટોરંટોથી પૂરો કર્યો છે અને તે બાદ તેણે યોર્ક યુનિવર્સિટીમાં એડમિન લીધું હતું. જો કે તેણે અભ્યાસ ડિગ્રી પૂરી કર્યા વગર જ છોડી દીધો હતો. કોલેજ છોડ્યા બાદ તેણે એક ઓરેંજ મોડલ મેનેજમેન્ટ નામની ટેલેંટ એજન્સી સાથે મોડલિંગ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. આ કંપનીના એક એસાઇમેન્ટ માટે તે ભારત આવી હતી.

ભારત આવ્યા બાદ તે ઇન્ડસ્ટ્રી સાથે જોડાતી ગઇ. તેણે હિંદી ઉપરાંત તેલુગુ, મલયાલમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બોલિવુડમાં તેનું ડેબ્યુ રોઅર-ટાઇગર્સ ઓફ સુંદરવન ફિલ્મથી થયું હતું. પરંતુ તેને ઓળખ પોપ્યુલર રિયાલિટી શો બિગબોસથી મળી હતી. તે વર્ષ 2015માં બિગબોસના 9માં સિઝનમાં જોવા મળી હતી. તે બાદ તે રિયાલિટી શો ઝલક દિખ લાજામાં જોવા મળી. તેણે આ દિવસોમાં આઇટમ સોન્ગ કરીને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી.

નોરાને સૌથી વધુ લોકપ્રિયતા જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેના ગીત દિલબરથી મળી. તે બાદ તેણે ઓ સાકી સાકી, આઓ કભી હવેલી પે, ગરમી, બેબી મરવા કે માનેગી, બડા પછતાઓગે અને નાચ મેરી રાની જેવા ગીતો કર્યા હતા. આ કારણથી તે આજે બધા જ યુવાઓના દિલ પર રાજ કરે છે.

તો, આજે તમને જણાવીએ નોરા ફતેહીના એવા સિકરેટ્સ વિશે જેને તમે ભાગ્યે જ જાણતા હશો. કહેવામાં આવે છે કે, નોરા ફતેહી ત્રણ હસ્તિઓ સાથે રિલેશનમાં હતી. તે સૌથી પહેલા વરિંદર સિંહ ઘુમન સાથે રિલેશનમાં હતી. તે દુનિયાનો પહેલો શાકાહારી બોડી બિલ્ડર હતો.

એક એવો સમય હતો જયારે નોરા ફતેહી અને અંગદ બેેદી સાથેે જોવા મળતા ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં આવતા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નોરા અને અંગદ તેમના સંબંધને લઇને ઘણા ચર્ચામાં રહ્યા હતા. પરંતુ અંગદ બેદીના લગ્ન બોલિવુડ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે થઇ ગયા. જે બાદ કેટલાક લોકોને ઝાટકો લાગ્યો અને સૌથી વધુ નોરા ફતેહીને ઝાટકો લાગ્યો હતો.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર નોરા અને અંગદની મુલાકાત પહેલી વાર યુવરાજ સિંહ અને હેઝલ કિચના લગ્ન દરમિયાન થઇ હતી. તે બાદ તેેમના સંબંધની ચર્ચા મીડિયામાં આવવા લાગી અને તે બાદ તેઓ મળવા લાગ્યા, તેમની સાથે તસવીરો પણ આવવા લાગી. નોરા અને અંગદને એક સાથે સ્પોટ કરવામાં આવતા હતા.

નોરા ફતેહી બિગબોસની સિઝન 9નો હિસ્સો હતી. નોરા જલ્દી લોકપ્રિય થવા લાગી હતી. આ શો દરમિયાન નોરા અને પ્રિન્સ નરૂલાનો સંબંધ ઘણો જ ચર્ચામાં રહ્યો. નોરાએ આ વાત પર કહ્યુ કે, હું તેમને બિગબોસ ઘરમાં પસંદ કરતી હતી. મેં તેમને કહ્યુ હતું પરંતુ મેં તેમને એવું કયારેય પણ કહ્યુ ન હતું કે, હું તેમને પ્રેમ કરુ છું. કારણ કે હું આ સંબંધને લઇને સિરિયસ હતી નહિ.

નોરા ફતેહી ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જોવા મળી હતી. ત્યારે તે એક વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. ટેરેન્સ લુઇસે નોરાના બમ્પને ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી. તે માટે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને વાયરલ કરવામાં આવ્યો હતો.

આ વીડિયો પર નોરાએ કહ્યુ હતુ કે, આવું કંઇ જ આ શો દરમિયાન થયું નથી. તેઓ અભિનેત્રીનું સમ્માન કરે છે અને તેઓ આવું ખોટું કામ કરવામાં ક્યારેય સામેલ થશે નહિ. તમે બધા જાણતા જ હશો કે, હાલમાં નોરાએ નેહા કક્કરને લઇને વાત કરી હતી કે આ ઇન્ડસ્ટ્રી નેહા વગર અધૂરી છે. આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

નોરાને બીજી એક વાત માટે ટ્રોલ કરવામાં આવી હતી. જયારે તેણે કરીના કપૂર ખાનના દીકરા તૈમુર સાથે લગ્ન કરવાની વાત કરી હતી. નોરા ફતેહી કરીનાના ચેટ શો દરમિયાન જોવા મળી હતી ત્યારે કરીનાએ નોરાના ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી હતી. કરીનાએ જણાવ્યુ કે, તેના પતિ સૈફ અલી ખાનને તેમનો ડાન્સ પસંદ છે. સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં પણ તેમના અભિનયને પસંદ કરવામાં આવ્યો હતો.

તે બાદ નોરાએ કરીનાને તૈમુર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કરીનાએ આ વાતનો મજાકમાં જવાબ આપતા જણાવ્યુ કે, તૈમુર માત્ર 4 વર્ષનો છે અને તે 28 વર્ષની છે.

Live 247 Media

disabled