મગરના બચ્ચાને પોતાની પીઠ પર રાખીને ફરવા માટે નીકળેલા આ નાના ટેણીયાને જોઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા, જુઓ વીડિયો
આ બાળકનું પરાક્રમ અને નીડરતા જોઈને તમારા હોશ પણ ઉડી જશે…. કોથળાની જેમ મગરના બચ્ચાને ખુલી પીઠ પર રાખીને ગલીમાં દોડવા લાગ્યો… વાયરલ થયો વીડિયો
ઇન્ટરનેટની દુનિયા એવી છે જ્યાં કોઈ દૂર દેશમાં બનેલી તાજી ઘટના પણ ગણતરીના સમયમાં જ લાખો હજારો કિલોમીટર દૂર બેઠેલો પણ કોઈ વ્યક્તિ ઘરના ખૂણામાં બેઠા બેઠા પણ જોઈ શકે છે. તમે એવા ઘણા વીડિયો જોયા હશે જેમાં એવી કેટલીય ઘટનાઓ જોવા મળે છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
તમે ઘણા નાના બાળકો જોયા હશે. જે અણસમજમાં ઘણીવાર એવા એવા કામ કરી બેસતા હોય છે કે જોઈને આપણો જીવ પણ તાળવે ચોંટી જાય. ઘણીવાર તે ઝેરી જીવને પણ પોતાના હાથમાં પકડી લેતા હોય છે. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક નાનું ટેણીયું મગરને પોતાની પીઠ પાછળ રાખીને દોડતું જોવા મળી રહ્યું છે.
મગરને જોઈને ભલ ભલા લોકોને પરસેવો છૂટી જતો હોય છે. પરંતુ આ બાળક એટલું નીડર અને સાહસિક છે કે તે મગરના બચ્ચાને પોતાની પીઠ પર લઈને રસ્તા પર દોડી રહ્યું છે. જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. નાના બાળકે તેના હાથ વડે મગરના આગળના પગને પકડીને તેના ખભાની નજીક ખેંચી લીધો, જ્યારે બાકીનો મગર પાછળની તરફ લટકતો જોવા મળ્યો.
harga diri si buaya langsung turun pic.twitter.com/xl3z1tlpHR
— 𝑹𝒂𝒏𝒅𝒐𝒎 𝑽𝒊𝒅𝒆𝒐 𝒐𝒏 𝑰𝒏𝒕𝒆𝒓𝒏𝒆𝒕 (@FunnyVideosID) February 16, 2023
છોકરાનું આ નિર્ભય કૃત્ય જોઈને સ્થળ પર હાજર લોકો દંગ રહી ગયા. તેમાંથી કેટલાકે આ ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ પણ કરી લીધી હતી. જો કે વીડિયોમાં સ્થળનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ જ્યાંથી વીડિયો લેવામાં આવ્યો છે તે જગ્યા માછીમારીનું ગામ હોવાનું દર્શાવે છે. નજીકના નિરીક્ષણ પર, તમે રસ્તા પર અવાહક માછલીના કન્ટેનર પણ જોઈ શકો છો. આ વીડિયો પર નેટીઝન્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, “મગર થાકી ગયો છે. તેને મદદની જરૂર છે.” બીજાએ કટાક્ષ કર્યો, “મગરને એક સારો મિત્ર મળ્યો છે.”