નવા વર્ષન પર કપલનો બાલકનીમાં કિસ કરતો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર આવ્યો કમેન્ટ્સનો વરસાદ
આમ તો ઘણી રીતે મુંબઇથી લોકોને ખૂબ જ પ્રેમ હોય પણ જ્યારે બે પ્રેમ કરનારા એકસાથે આવી જાય તો વાત જ શુ. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં મુંબઇનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં મરીન ડ્રાઇવ સામે બાલકનીમાં એક કપલ કિસ કરતું જોવા મળી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કપલ મરીન ડ્રાઇવ સામે બાલકનીમાં છે અને એકબીજાને કિસ કરે છે.
એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો ન્યુ યર પરનો છે. આ વીડિયો પાછળ ફિલ્મ કલાનું ગીત વાગી રહ્યુ છે, જે આ દિવસોમાં ટ્રેંડમાં છે. ત્યાં આ પળને કેદ કરવા માટે લોકોની ભારે ભીડ પણ નીચે જોઇ શકાય છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યુ- શું સુંદર વીડિયો છે, જોઇને સારુ લાગ્યુ. એકે લખ્યુ- વાહ શું સીન છે.
View this post on Instagram
ત્યાં એકે લખ્યુ- મુંબઇ વાળા હંમેશા મુંબઇ વાળા જ રહેશે. જણાવી દઇએ કે, અત્યાર સુધી આ વીડિયોને 23 હજારથી વધુ યુઝર્સ લાઇક કરી ચૂક્યા છે અને ઘણા લોકો પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે. ઇન્ટરનેટ પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.