46 વર્ષની ઉંમરમાં પણ તબાહી મચાવી રહી છે જોધપુરની આ દીકરી, મોટી ઉંમરે શું ફિગર સાચવીને રાખ્યું છે ઉફ્ફ્ફ
બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ ફિલ્મી દુનિયાનું જાણીતું નામ બની ચુકી છે. તે એક ભારતીય મૉડલ, અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે.ચિત્રાંગદા સિંહ ફિલ્મોની સાથે સાથે પોતાની ફિટનેસને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. મૉડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ચિત્રાંગદાની ઘણી એવી વાતો છે જેના વિશે ખુબ ઓછા લોકોને જાણ હશે.
View this post on Instagram
ચિત્રાંગદાનો જન્મ 28 માર્ચ 1976 ના રોજ રાજસ્થાન, જોધપુરમાં થયો હતો.તેના પિતા નિરંજર સિંહ એક આર્મી ઓફિસર હતા અને ભાઈ ગોલ્ફર અને માતા ગૃહિણી છે. ચિત્રાંગદાની એક બહેન પણ છે જેનું નામ ટીના સિંહ છે. ચિત્રાંગદા એર હોસ્ટેઝ બનવા માંગતી હતી.અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે અલગ અલગ એર લાઈન્સમાં એર હોસ્ટેઝના પદ માટે આવેદન કર્યું પણ તેનું નસીબ તેને બૉલીવુડ તરફ લાવ્યું.
View this post on Instagram
ચિત્રાંગદાનું સાચું નામ ચિત્રાંગદા સિંહ ચહલ છે.એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે મહાભારતમાં અર્જુનની પત્નીઓમાંની એકના નામ પર તેનું નામ ચિત્રાંગદા રાખવામાં આવ્યું હતું.
View this post on Instagram
હિન્દી સિનેમામાં તેને પહેલો બ્રેક નિર્દેશક સુધીર કુમારે વર્ષ 2003 માં ફિલ્મ હજારો ખ્વાઈશએ માં આપ્યો હતો. ફિલ્મમાં ચિત્રાંગદાની ખુબ પ્રશંસા થઇ હતી.જેના પછી તે વર્ષ 2005 માં ફિલ્મ કાલમાં જોવા મળી હતી. ફિલ્મ ગબ્બર ઇઝ બેક માં આઈટમ સોન્ગ ‘કુંડી મત ખડકાઓ રાજા’ દ્વારા તેણે ફિલ્મી દુનિયામાં આગ લગાવી દીધી હતી. તેના આ સૉન્ગને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. ગીતમાં તેની સાથે અક્ષય કુમાર પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
ખુબ ઓછા લોકો જાણતા હશે કે બોલીવુડમાં આવતા પહેલા ચિત્રાંગદાએ જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા અને તેનો એક દીકરો પણ છે જેનું નામ જોરાવર રંધાવા છે.જો કે આ લગ્ન લાંબો સમય સુધી ટક્યા ન હતા અને તેઓ અલગ થઇ ગયા હતા. હાલ ચિત્રાંગદા એકલી જ પોતાના દીકરાની સંભાળ લઇ રહી છે.
View this post on Instagram
45 વર્ષની ઉંમરમાં પણ ચિત્રાંગદા એકદમ ફિટ છે. તેની સુંદરતાને જોઈને તેની ઉમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ચિત્રાંગદા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે.તેની તસવીરો સામેં આવતા જ વાયરલ થઇ જાય છે. ચિત્રાંગદા દેશી બોય્ઝ, યે સાલી ઝીંદગીમાં પણ શાનદાર અભિનય કરી ચુકી છે. ચિત્રાંગદા ગયા વર્ષે ફિલ્મ બોબ બિસ્વાસમાં જોવા મળી હતી. ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ મુખ્ય કિરદારમાં હતા. ફિલ્મમાં તેની ફિટનેસ ચાહકોએ ખુબ પસંદ કરી હતી.