દુઃખદ: આ જાણિતી અભિનેત્રીનું આવી સર્જરી સમયે થયું નિધન, કારણ જાણીને તમને પણ ધ્રાસ્કો પડશે - Chel Chabilo Gujrati

દુઃખદ: આ જાણિતી અભિનેત્રીનું આવી સર્જરી સમયે થયું નિધન, કારણ જાણીને તમને પણ ધ્રાસ્કો પડશે

મનોરંજન જગતમાંથી છેલ્લા કેટલાક સમયથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલા એક અભિનેત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. જો કે, પ્રાથમિક તપાસમાં તેણે આત્મહત્યા કરવાનું સામે આવ્યુ હતુ. જે બાદ તેના માતા-પિતા દ્વારા તેના પતિ પર હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે વધુ એક અભિનેત્રીના મોતના સમાચાર સામે આવ્યા છે. કન્નડ સિનેમામાંથી આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 21 વર્ષની પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું નિધન થયું છે.

ચેતનાએ બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર, ચેતનાએ વજન ઘટાડવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. સર્જરીમાં થયેલી ભૂલને કારણે બીજા દિવસે ફેફસામાં તકલીફ થઈ અને તેનું મોત થઈ ગયું. ચેતનાએ તેના માતા-પિતાને તેની સર્જરી વિશે જણાવ્યું ન હતું અને તે તેના મિત્રો સાથે એકલી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. પરંતુ સર્જરી બાદ તેનું મોત થયું હતું.

સર્જરી પછી અભિનેત્રીના શરીરમાં કેટલીક તકલીફો થવા લાગી અને અભિનેત્રીના ફેફસામાં પ્રવાહી જમા થવા લાગ્યું, જેના પછી ચેતનાનું મોત થયું. અભિનેત્રીના માતા-પિતાએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલના પ્રશાસન સામે ફરિયાદ પણ કરી છે.ચેતનાના પરિવારજનોએ નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ કમિટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચેતનાની વાત કરીએ તો તે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તેણે ઘણા ટીવી શોમાં કામ કરીને પોતાની ખાસ ઓળખ બનાવી. ચેતના ગીતા અને દોરેસાની સિરિયલોમાં તેની અદભૂત ભૂમિકાઓ માટે જાણીતી છે. ચેતનાના આ દુનિયામાંથી આકસ્મિક વિદાયથી તેના પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. ચેતનાના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ દુખી છે.

Live 247 Media

disabled