આ ૩ વસ્તુમાં પુરુષ અને સ્ત્રીએ ક્યારેય શરમ ન રાખવી જોઈએ! જુઓ ફટાફટ - Chel Chabilo Gujrati

આ ૩ વસ્તુમાં પુરુષ અને સ્ત્રીએ ક્યારેય શરમ ન રાખવી જોઈએ! જુઓ ફટાફટ

આચાર્ય ચાણક્યે જીવનના ઘણા મોટા મોટા સંદેશો પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં આપ્યા છે. જેમાં રહેલી વાતો જીવનને સાચી રીતે જીવવમાં ખુબ જ મદદગાર બનતી હોય છે. એવી જ એક વાત ચાણક્યએ જણાવી છે જેમાં તેમના જણાવ્યા અનુસાર 3 એવા કામ છે જે સ્ત્રી અને પુરુષોએ કરતા ક્યારેય શરમાવવું ના જોઈએ.

ચાણક્યએ આ વાત પોતાના નીતિ ગ્રંથ ચાણક્ય નીતિ દર્પણના સાતમા અધ્યયન બીજા શ્લોકમાં જણાવી છે. “धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च । आहारे व्यवहारे च त्यक्तलज्जः सुखी भवेत॥” ચાલો ચાણક્યના આ શ્લોક દ્વારા કઈ કઈ ત્રણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોઈએ.

1. ધન સંબંધી કાર્યોમાં શરમ ના રાખવી: જે પણ વ્યતીક ધન સંબંધિત કાર્યોમાં શરમ રાખે છે તેને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. જો કોઈપણ વ્યક્તિએ ઉધાર આપેલા પૈસા પાછા લેવાના હોય તો શરમ ના કારણે તેની પાસે પૈસા પાછા નથી માંગી શકતો. અને તેનાથી નક્કી છે કે ધન હાનિ થશે.

2. ભોજનમાં શરમ ના રાખવી: જો કોઈ વ્યક્તિ ભોજન કરવામાં શરમ કરે છે તો તે હંમેશા ભૂખ્યો રહી જાય છે. ઘણા લોકો મિત્રો અથવા સંબંધીઓના ઘરે જમવામાં શરમ રાખે છે અને તેના કારણે પેટ ભરીને જમી પણ નથી શકતા અને ભૂખ્યા રહે છે. માટે જમવામાં ક્યારેય શરમ ના કરવી.

3. શિક્ષણ પ્રાપ્ત કરવામાં શરમ ના રાખવી: સારો વિદ્યાર્થી એ જ છે કે શરમ અને સંકોચ રાખ્યા વગર પોતાના ગુરુ પાસેથી જિજ્ઞાસાથી શિક્ષણ  ગ્રહણ કરે. શિક્ષા પ્રાપ્ત કરવામાં જે વિદ્યાર્થી શરમ કરે છે તે અજ્ઞાની રહી જાય છે. વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન શરમ રાખ્યા વિના સવાલોના ઉત્તર પૂછવા જોઈએ.જેનાથી ભવિષ્યમાં કોઈપણ વિષયમાં તે અજ્ઞાન ના રહી શકે.

Live 247 Media

disabled