આજે છે નો ટોબેકો ડે: બોલીવુડની આ અભિનેત્રીઓ છે ચેન સ્મોકર, સવારે ઉઠતા જ જોઈએ છે સિગરેટ - Chel Chabilo Gujrati

આજે છે નો ટોબેકો ડે: બોલીવુડની આ અભિનેત્રીઓ છે ચેન સ્મોકર, સવારે ઉઠતા જ જોઈએ છે સિગરેટ

આજે એટલે કે 31 મે ના રોજ ધુમ્રપાન નિષેધ દિવસ છે, દુનિયાભરમાં સિગરેટ અને તમાકુથી થનારા શારીરિક નુકાસનથી સચેત કરવા માટે આજના દિવસનો ખુબ પ્રચાર કરવામાં આવે છે.મોટાભાગે આવા પ્રચાર ટીવી તથા બોલીવુડ કલાકારો દ્વારા કરવામાં આવે છે અને ટીવીમાં જાહેરાતો પણ આપવામાં આવે છે પણ જરા વિચારો કે આ જ પ્રચાર કરતા લોકો સ્મોકિંગ કરવા લાગે તો સમાજને શું સંદેશ આપશે! એવા જ બૉલીવુડ થતા ટીવીના કલાકારો વિશે આજે તમને જણાવીશું જેઓ અસલ જીવનમાં ખુબ સ્મોકિંગ કરે છે.

1. કોંકણા સેન શર્મા: કોંકણા સેન એક સંવેદનશીલ અભિનેત્રી માનવામાં આવે છે. તેને ફિલ્મોમાં ખુબ જ સારા સારા કિરદારો નિભાવ્યા છે.ફિલ્મોમાં સીધી સાદી દેખાતી કોંકણા અસલ જીવનમાં ખુબ સ્મોકિંગ કરે છે. તેની આ ખરાબ ટેવને લીધે તેને એકવાર એડમિટ પણ કરવામાં આવી હતી.

2. રાની મુખર્જી: રાની મુખર્જી કરન જોહર પ્રોડક્શનની ફેવરિટ અભિનેત્રી રહી છે. તે એક સફળ અભિનેત્રી હોવાની સાથે એક બેસ્ટ માં અને પત્ની પણ છે, છતાં પણ તેને સિગરેટ પીવાની ગંદી આદત છે.કહેવામાં આવે છે કે સવારે ઉઠવાની સાથે જ રાનીને સ્મોક કરવાની આદત છે, ઘણા મૌકાઓ પર રાનીને સિગરેટ પીતી જોવામાં આવી છે.

3. સુમોના ચક્રવર્તી: ધ કપિલ શર્મા શો દ્વારા ફેમસ થયેલી સુમોનાને પણ સ્મોકિંગની ખરાબ આદત છે. તેને શૂટિંગના સમયે પણ ઘણીવાર સિગરેટ પીતી જોવામાં આવી છે. પાર્ટીમાં પણ તે પબ્લિકલી સ્મોકિંગ કરતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

4.કંગના રનૌત: કંગના રાનૌત બોલીવુડની મોટી કંટ્રોવર્સીય અભિનેત્રી છે, તે એકવાર મીડિયા સામે કહી ચુકી છે કે તેને ડ્રગની આદત લાગી ગઈ હતી. જો કે સિગરેટ પીવાની આદત તેને હજી પણ છે. કંગના એક ચેન સ્મોકર છે.કંગના ઘણી ફિલ્મોમાં સિગરેટ પીતી જોવામાં આવી છે અને તે અસલ જીવનમાં પણ ખુબ સ્મોકિંગ કરે છે.

5.સુસ્મિતા સેન: સુષ્મિતા સેન મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. તે બ્યુટી વિથ બ્રેનનું કોમ્બિનેશન છે, છતાં પણ તે એક ચેન સ્મોકર છે. એક સમયે સુષ્મિતા સમયાંતરે સ્મોકિંગ કરતી હતી પણ આજે તેને તેની ખરાબ લત લાગી ગઈ છે.

6. કરિશ્મા તન્ના: કરિશ્મા તન્ના ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે. કરિશ્મા હંમેશા સિગરેટનું પેકેટ પોતાની પાસે રાખે છે. શૂટિંગ સેટ પર પણ ફ્રી ટાઈમમાં તેને સ્મોકિંગ કરતી જોવામાં આવી છે.

Uma Thakor

disabled