એક બહેને પોતાની બહેનના લગ્નમાં ભાઈ બનીને નિભાવ્યા લગ્નના રિવાજ, વર્ષોથી ચાલવી આવતી પરંપરાને તોડીને ચીતર્યો નવો ચીલો... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

એક બહેને પોતાની બહેનના લગ્નમાં ભાઈ બનીને નિભાવ્યા લગ્નના રિવાજ, વર્ષોથી ચાલવી આવતી પરંપરાને તોડીને ચીતર્યો નવો ચીલો… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર લગ્નને લઈને કેટલીક એવી એવી ઘટનાઓ પણ સામે આવતી રહે છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાઓ. ઘણા વીડિયો યુઝર્સનું દિલ પણ જીતી લેતા હોય છે. તો આજના સમયમાં વર્ષોથી ચાલી આવતી એકધારી લગ્નની પરંપરા પણ બદલાતી જોવા મળે છે. હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એવી જ એક ઘટના જોવા મળી રહી છે.

આપણે અત્યાર સુધી લગ્નમાં જોઈએ છીએ કે જ્યારે કન્યાના ફેરા ફરવાનો સમય આવે છે ત્યારે કન્યાનો ભાઈ જવ પુરાવવાની વિધિ કરતો હોય છે. પરંતુ હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં કન્યાને ભાઈ ના હોવાના કારણે પોતાના કાકાના દીકરાઓની બદલે પોતાની બહેનની પસંદગી આ વિધિ કરવા માટે કરી હતી. કન્યાએ આ વિધિના વીડિયોને પોતાના જ ઇન્સ્ટાગ્રામ પર એક કેપશન સાથે પોસ્ટ કર્યો છે.

કન્યાએ કેપશનમાં લખ્યું છે, “આ બદલાતી દુનિયામાં, પિતૃસત્તા હજુ પણ અસંખ્ય ધાર્મિક વિધિઓ અને સ્વરૂપોમાં હાજર છે. તેમની સામે જવા માટે હિંમતની જરૂર છે, પરંતુ જો આપણે નહીં કરીએ તો આવનારી પેઢીનું જીવન કેવી રીતે સારું થશે.” વીડિયોમાં વર-કન્યા લગ્નના મંડપમાં જોઈ શકાય છે, જ્યારે કન્યાની બહેન જવતલ આપવાની વિધિ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kuhu (@my_tiny_impressions)

ત્યારે હવે રૂઢિવાદી નિયમો તોડીને એક નવું પગલું ભરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 74 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે ઘણા લોકોએ દંપતીને તેમની નવી ઇનિંગ માટે અભિનંદન આપ્યા હતા, તો કેટલાક વપરાશકર્તાઓએ કન્યાની બહેનને વિધિ કરવા બદલ તેણીની પ્રશંસા કરી હતી.

Uma Thakor

disabled