લગ્ન બાદ ફોટો પડાવતી વખતે વરરાજાને વળગીને કન્યાએ આપ્યા એવા પોઝ કે જોઈને વરરાજાની આંખો પણ લીંબુના ફાડિયાં જેવી થઇ ગઈ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

લગ્ન બાદ ફોટો પડાવતી વખતે વરરાજાને વળગીને કન્યાએ આપ્યા એવા પોઝ કે જોઈને વરરાજાની આંખો પણ લીંબુના ફાડિયાં જેવી થઇ ગઈ, જુઓ વીડિયો

વરરાજાની કમર પકડીને પાછળ વળી કન્યા આપવા લાગી એવા એવા પોઝ કે વરરાજા પણ વિચારતો રહી ગયો, જુઓ મજેદાર વીડિયો

લગ્ન એ ખુબ જ સુંદર સંભારણું છે અને તેને હંમેશા માટે યાદ રખવા માટે લોકો લગ્નમાં ફોટાગ્રાફી પણ કરાવતા હોય છે. જેની તસવીરો અને વીડિયો આજીવન યાદગાર બની રહેતી હોય છે.  ત્યારે ઈન્ટરનેટ પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણીવાર એવી અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે વર-કન્યાને ફોટોશૂટ કરાવતા જોઈ શકો છો. જેમ ફોટોગ્રાફરો વર-કન્યાને પોઝ આપવા માટે સૂચના આપે છે અને તેઓ તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ફોટોશૂટ દરમિયાન વર-કન્યાએ આવા વિચિત્ર પોઝ આપવાનું શરૂ કર્યું, જેની ઇન્ટરનેટ પર મજાક ઉડાવવામાં આવી.

કન્યાએ વરરાજાના ગળામાં હાથ મૂક્યો અને પછી તેણે માથું પાછળની તરફ નમાવ્યું. વરરાજાએ આ જોયું કે તરત જ તે આશ્ચર્યચકિત થઈ ગયો અને એવું લાગ્યું કે વરરાજા વિચારોમાં ખોવાઈ ગયો હતો. તે વિચારવા લાગ્યો હશે કે ફોટોશૂટ દરમિયાન દુલ્હન કેવો પોઝ આપવાનો પ્રયત્ન કરી રહી છે. થોડીક સેકન્ડનો આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ખૂબ જ મજાક ઉડાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

સોશિયલ મીડિયા પર વર-કન્યાનો આ વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના યુઝરે શેર કર્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે હજારો વ્યૂઝ આવી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

Uma Thakor

disabled